VIDEO: ગણપતિ બાપ્પા મોરયા ગીત સાથે થઇ આઇપીએલ 2018ની શરૂઆત
ફિલ્મ સ્ટાર વરૂણ ધવન અને પ્રભુદેવાનાં પર્ફોમન્સની સાથે સાથે આઇપીએલ 2018ની શરૂઆત થઇ હતી
મુંબઇ : આઇપીએલ 11નો રંગારંગ શુભારંભ મુંબઇનાં વાનખેડે સ્ટેડિયમ ખાતે થયો હતો. ઓપનિંગ સેરેમની સાંજે સવા છ વાગ્યે ચાલુ થઇ અને 7.05 વાગ્યે મીકાએ આઇપીએલ સોંગ યે ખેલ શેર જવાનોકાની સાથે તેનું સમાપન થઇ ગયું. આઇપીએલ કમિશ્નર રાજીવ શુક્લાની જાહેરાતની સાથે જ ઉદ્ધાટન સમારંભની ઔપચારિક શરૂઆત થઇ. આ આઇપીએલમાં પહેલા પર્ફોમન્સ ફિલ્મ સ્ટાર વરૂણ ધવને કર્યું હતું. તેણે પોતાનું પર્ફોમન્સ ગણપતી બાપ્પા મોરિયાનાં ગીત સાથે ચાલુ કર્યું. આ ઉપરાંત તેણે જુડવા અને બદ્રીનાથ કી દુલ્હનીયા ગીત પર પણ ઠુમકા લગાવ્યા હતા.
ગણપતિ સોન્ગ બાદ વરૂણ ધવને જુડવા -2 નાં ગીત ટન ટના ટન ટન ટન તારા પર ડાન્સ કરીને દર્શકોનું મનોરંજ કર્યું. ત્યાર બાદ ધવને ફિલ્મ બદ્રીનાથ કી દુલ્હનીયા ગીત બદ્રી કી દુલ્હનિયા પર પણ ઠુમકા લગાવ્યા હતા. વરૂણે આ ફિલ્મનાં ગીત મે પ્રેમી તુ પ્રેમી પર પણ ડાન્સ કર્યો હતો. વરૂણ બાદ પ્રભુદેવા પોતાનું પર્ફોમન્સ આપવા માટે સ્ટેજ પર આવ્યા.ત્યાર બાદ વરૂણ અને પ્રભુ દેવાએ સાથે પર્ફોમન્સ આપ્યું. મુંબઇનાં વાન ખેડે સ્ટેડમમાં આ સમારંભને જોવા માટે મોટા પ્રમાણમાં ભીડ એકત્ર થઇ હતી.
તમન્ના ભાટીયાએ પણ પોતાનાં પર્ફોમન્સથી દર્શકોને ચોકાવી દીધા હતા. તેણે સ્ટેડિયમમાં એન્ટ્રી બાહુબલીનાં ગીત પર લીધી હતી. તે ત્રણ શેરનાં મોઢાવાળા રથ પર સવાર થઇને એપીક સ્ટાઇલમાં એન્ટ્રી લીધી હતી. તમિલ અને તેલુગુ ગીત પર લોકોને નાચવા માટે મજબુર કર્યા હતા.