સ્નિફર ડોગ પર મજાક ભારે પડી! મહિલા IPSએ રાહુલ ગાંધીને આપ્યો સણસણતો જવાબ
ગઈ કાલે એટલે કે 21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ધૂમ હતી. ભારતમાં પણ તેના માટે ખાસ આયોજન કરાયા હતાં. સરકાર સંગઠનોથી લઈને બિનસરકારી સંગઠનોએ યોગ દિવસના અવસરે યોગાભ્યાસ કર્યાં.
નવી દિલ્હી: ગઈ કાલે એટલે કે 21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ધૂમ હતી. ભારતમાં પણ તેના માટે ખાસ આયોજન કરાયા હતાં. સરકાર સંગઠનોથી લઈને બિનસરકારી સંગઠનોએ યોગ દિવસના અવસરે યોગાભ્યાસ કર્યાં. શિબિરો લગાવી. આ બધા વચ્ચે ગઈ કાલે આખો દિવસ સોશિયલ મીડિયા પર એક તસવીર ખાસ વાઈરલ થઈ. જેમાં સેનાના કૂતરા યોગ કરતા જોવા મળી રહ્યાં હતાં. રાહુલ ગાંધીએ પણ આ તસવીર ટ્વીટ કરીને લખ્યું 'NewIndia'.
બિહાર: લાલુ યાદવની બેનામી સંપત્તિ ટાંચમાં લેવાશે, આવકવેરા વિભાગે લગાવી અંતિમ મહોર
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની આ ટ્વીટને કટાક્ષ અર્થે લેવાઈ ગઈ. તેમણે વિરોધીઓને પાછી એક તક આપી દીધા. વિરોધીઓને પણ બગાસુ ખાતા પતાસું મળ્યા જેવો ઘાટ થયો. રાહુલ ગાંધી સોશિયલ મીડિયામાં પણ જબરદસ્ત ટ્રોલ થયાં. લોકોએ તેમને ખુબ ઠપકો આપ્યો.
રેપના આરોપી BSP સાંસદ અતુલ રાયે દોઢ મહિના બાદ વારાણસી કોર્ટમાં કર્યું સમર્પણ
રેલવેમાં પોલીસ ઈન્સ્પેક્ટર જનરલના પદે તહેનાત ડી રૂપા આટલેથી ન અટક્યા. તેમણે વધુમાં લખ્યું કે આ કૂતરા વિસ્ફોટ અગાઉ જ વિસ્ફોટકને સૂંઘીને દેશના વીઆઈપીના જીવ બચાવે છે. ખરેખર ન્યુ ઈન્ડિયા પર ગર્વ છે.