`દીદી સામે વર્દી નતમસ્તક`: IPS અધિકારી મમતા બેનર્જીના પગે પડ્યાં, VIDEO વાઈરલ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી એક નવા વિવાદમાં ફસાયેલા જોવા મળી રહ્યાં છે. પોલીસના યુનિફોર્મમાં એક આઈપીએસ અધિકારી દ્વારા તેમના ચરણ સ્પર્શનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે.
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી એક નવા વિવાદમાં ફસાયેલા જોવા મળી રહ્યાં છે. પોલીસના યુનિફોર્મમાં એક આઈપીએસ અધિકારી દ્વારા તેમના ચરણ સ્પર્શનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક IPS અધિકારી મુખ્યમંત્રી મમતા બેનર્જીના ચરણ સ્પર્શ કરતા જોવા મળે છે. ચરણ સ્પર્શ કરતા પહેલા મમતા બેનર્જી તે અધિકારીને કેક ખવડાવતા જોવા મળી રહ્યાં છે. કહેવાય છે કે જે અધિકારી યુનિફોર્મમાં છે અને મમતા બેનર્જીના ચરણ સ્પર્શ કર્યાં તેમનું નામ રાજેશ મિશ્રા છે અને તેઓ આઈજી (પશ્ચિમાંચલ)ના પદ પર તહેનાત છે.
પૂર્વ મિદનાપુર જિલ્લાના દીઘામાં સમુદ્ર કિનારાની છે ઘટના
મળતી માહિતી મુજબ ગત અઠવાડિયે મમતા બેનર્જી પૂર્વ મિદનાપુર જિલ્લાના દિઘા વિસ્તારમાં એક પ્રશાસનિક બેઠકમાં સામેલ થવા ગયા હતાં. વાઈરલ થયેલો આ વીડિયો પણ પૂર્વ મીદનાપુર જિલ્લાના દિઘામાં સમુદ્ર કિનારાનો જ હોવાનો કહેવાય છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આ કાર્યક્રમ અધિકૃત નહતો. 4-5 અધિકારીઓ વચ્ચે એક બર્થ ડે સેલિબ્રેટ કરાયો હતો. આ જ કાર્યક્રમમાં કેક કટિંગ સેરેમની બાદ આઈપીએસ અધિકારીએ રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ચરણ સ્પર્શ કર્યા હતાં.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...