IPS અધિકારી સુબોધ કુમાર જાયસવાલ બન્યા CBI ના નવા ડાયરેક્ટર
સુબોધ કુમાર જાયસવાલ વર્તમાનમાં તેઓ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (સીઆઈએસએફ) ના ડાયરેક્ટર જનરલ છે.
નવી દિલ્હીઃ સુબોધ કુમાર જાયસવાલ (Subodh Kumar Jaiswal) ને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) ના નવા ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. અપોઈન્મેન્ટ કમિટી ઓફ કેબિનેટે તેમની નિમણૂકને મંજૂરી આપી છે. જાયસવાલ 1985 બેચના ભારતીય પોલીસ સેવા (આઈપીએસ) અધિકારી છે. વર્તમાનમાં તેઓ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (સીઆઈએસએફ) ના ડાયરેક્ટર જનરલ છે.
મહત્વનું છે કે આ સમયે 1988 બેચના આઈપીએસ અધિકારી અને સીબીઆઈના એડિશનલ ડાયરેક્ટર પ્રવીણ સિન્હા સીબીઆઈ ડાયરેક્ટરનો પ્રભાર સંભાળી રહ્યા હતા. સિન્હાને આ પ્રભાર ઋષિ કુમાર શુક્લાના સેવાનિવૃત થયા બાદ સોંપવામાં આવ્યો હતો. તેઓ બે વર્ષના કાર્યકાળ પૂરો થયા બાદ ફેબ્રુઆરીમાં નિવૃત થયા હતા.
દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube