જો ઈરાન-ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું તો ભારતમાં આ વસ્તુઓ થશે મોંઘી
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધની સ્થિતિ પેદા થઈ ગઈ છે. આવું પહેલીવાર બન્યું છે કે બંને દેશો ખુલીને સામ આમે આવી ગયા છે. રશિયા યુક્રેન યુદ્ધ અને ઈઝરાયેલ-હમાસ તણાવે પહેલેથી દુનિયાની મુશ્કેલીઓ વધારેલી છે. આ બધા વચ્ચે હવે ઈરાન અને ઈઝરાયેલ યુદ્ધની પણ ઘણી અસર જોવા મળશે.
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધની સ્થિતિ પેદા થઈ ગઈ છે. આવું પહેલીવાર બન્યું છે કે બંને દેશો ખુલીને સામ આમે આવી ગયા છે. રશિયા યુક્રેન યુદ્ધ અને ઈઝરાયેલ-હમાસ તણાવે પહેલેથી દુનિયાની મુશ્કેલીઓ વધારેલી છે. આ બધા વચ્ચે હવે ઈરાન અને ઈઝરાયેલ યુદ્ધની પણ ઘણી અસર જોવા મળશે. ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો જોવા મળશે. તેની અસર મોંઘવારી ઉપર પણ પડી શકે છે. જો કે આંતરરાષ્ટ્રીય ઓઈલની કિંમતોનું આકલન કરવામાં હજુ સમય જશે.
ભારત દુનિયામાં ક્રૂડ ઓઈલનો ત્રીજો સૌથી મોટો ગ્રાહક છે અને પોતાની 85 ટકાથી વધુ જરૂરિયાતોને પૂરી કરવા માટે આયાત પર નિર્ભર છે. દેશની આયાત પર નિર્ભરતા જોતા તેની અર્થવ્યવસ્થા પર ઊંડી અસર પડે તેવી શક્યતા છે. ઓઈલના ભાવમાં વધારો થયા બાદ ભારતના વેપાર સંતુલન, વિદેશી મુદ્રા ભંડાર અને રૂપિયાના મૂલ્ય ઉપર પણ અસર પડશે.
ક્રૂડ ઓઈલના ભાવ ઉછળે તેવી શક્યતા
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવને જોતા છેલ્લા કેટલાક દિવસથી આંતરરાષ્ટ્રીય ઓઈલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 90 ડોલર પ્રતિ બેરલ પાર પહોંચી ગયો છે. પ્રમુખ તેલ ઉત્પાદકો દ્વારા ઉત્પાદનમાં છેલ્લા કેટલાક સમયથી કાપ કરવામાં આવી રહ્યો હતો. ત્યારબાદ મધ્ય પૂર્વમાં તણાવ વધવાથી ભાવ પર વધુ દબાણ જોવા મળી રહ્યું છે. કેટલાક વિશેષજ્ઞોએ જણાવ્યું કે જો ઈરાન અને ઈઝરાયેલનો સંઘર્ષ શરૂ થાય તો તેની પરિવહન વ્યવસ્થા, ઓઈલ ઉત્પાદન અને અન્ય ચીજો પર અસર પડશે. તેનાથી ઓઈલના ભાવ 100 ડોલર પ્રતિ બેરલ પાર પહોંચવાની શક્યતા છે કે પછી તેનાથી પણ ઉપર જઈ શકે છે.
અત્રે જણાવવાનું કે ભારત હાલ ઈરાનથી ઓઈલ ખરીદતું નથી કારણ કે અમેરિકાએ કેટલાક પ્રતિબંધો લગાવ્યા છે. પરંતુ ચીન મોટા પાયે ઈરાનથી ઓઈલ ખરીદે છે. જો યુદ્ધના કારણે ઈરાની પૂરવઠા પર અસર પડે તો રશિયાથી ઓઈલ ખરીદવામાં હોડ મચી શકે છે. રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી કરનારા દેશોમાં હાલ ભારત ટોપ પર છે.
એક રિપોર્ટ મુજબ ભારતના રિફાઈનિંગ ક્ષેત્રના અધિકારીઓએ કહ્યું કે તેઓ આપૂર્તિ અને કિંમતો પર પ્રભાવનું આકલન કરવા માટે સ્થિતિ પર બાજ નજર રાખી રહ્યા છે. ઉદ્યોગ જગતના આંતરિક સૂત્રોના જણાવ્યાં મુજબ જે પ્રમુખ ચીજો પર ધ્યાન આપવું જોઈએ તેમાં ફારસની ખાડી અને ઓમાનની ખાડી વચ્ચે હોર્મૂજ જળમાર્ગ દ્વારા તેલ શિપમેન્ટ પર સંઘર્ષની અસર થશે. ભારત પાસે પશ્ચિમ એશિયાઈ ઓઈલનો મોટો હિસ્સો આ જ રસ્તેથી આવે છે.
રશિયા પાસેથી સૌથી વધુ ખરીદી
કેપ્લરના જહાજ ટ્રેકિંગ ડેટા મુજબ માર્ચમાં રશિયા ભારત માટે ક્રૂડ ઓઈલનો સૌથી મોટો સ્ત્રોત હતો અને આ મહિના દરમિયાન ભારતના કુલ ક્રૂડ ઓઈલની આયાતનો 33 ટકા હિસ્સો રશિયાથી આવ્યો હતો. માર્ચમાં ભારતના કુલ ઓઈલ આયાતમાં ઈરાક, સાઉદી અરબ અને સંયુક્ત આરબ અમીરાતની ભાગીદારી લગભગ 48 ટકા હતી. ત્યારબાદ રિફાનરી ક્ષેત્રના અધિકારીઓ ઓઈલની ઉપલબ્ધતાને લઈને વધુ ચિંતિત જોવા મળ્યા નથી પછી ભલે ભાવમાં ઉછાળાની ચિંતા વધી હોય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube