નવી દિલ્હી : જો તમે પણ વારંવાર ટ્રેનમાં મુસાફરી કરો છો તો આ સમાચાર તમારા કામના છે. જી હાં, યાત્રી સુવિધાઓ પર સતત કામ કરી રહેલ ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) યાત્રીઓ માટે બંપર ઓફર રજુ કરી છે. આ ઓફર હેઠળ તમે પૈસા વગર પણ ટિકિટ બુકિંગ કરી શકો છો. જો કે તેના માટે તમારુ આઇઆરસીટીસી પર રજિસ્ટર્ડ એકાઉન્ટ હોવું જરૂરી છે. આ ઓફર હેઠળ આઇઆરસીટીસીએ અર્થશાસ્ત્ર ફિનટેક પ્રાઇવેટ લિમિટેડ  (ePaLater)સાથે કરાર કર્યો છે. આ સમજુતી હેઠળ તમે ટિકિટ બુકિંગનાં 14 દિવસ બાદ પેમેન્ટ કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેળાનું પાન ઓઢી બોટમાં બેઠુ હતું કપલ, યુવક જેવો કિસ કરવા ગયો તો ... VIDEO

યુઝરને મળશે ક્રેડિટ લિમિટ
આઇઆરસીટીસીની નવી ઓફર હેઠળ પ્રત્યેક યુઝરને એકાઉન્ટ પર ક્રેડિટ લિમિટ મળશે. આ ક્રેડિટ લિમિટ યુઝર અનુસાર અલગ અલગ હોઇ શકે છે. ટિકિટ બુક કરતા સમયે યુઝરને આ ધ્યાન રાખવું જરૂરી છે કે તેઓ જે ટિકિટ બુક કરી રહ્યા છે તેની એમાઉન્ટ તમારી ક્રેડિટ લિમિટથી ઓછી હોવી જોઇએ. જો તમે 14 દિવસ પહેલા ટિકિટનું પેમેન્ટ કરી દે છે તો તમારી લિમિટ ધીરે ધીરે વધતી જશે. યોગ્ય સમયે ચુકવણી નહી કરનારાઓને ક્રેડિટ લિમિટ ઘટાડવામાં આવી શકે છે. 

શું છે ePayLater
ઇ પે લેટર (ePayLater) થી યુઝર IRCTCની વેબસાઇટ પર ચુકવણી કર્યા વગર ટિકિટ બુકિંગ કરાવી શકે છે. ચુકવણી તમે 14 દિવસ બાદ કરી શકે છે. જો તમે પણ તેનાં માધ્યમથી ટિકિટ બુકિંગ કરાવો છો તો તમને 3.5 ટકાનો વધારાનો સર્વિસ ચાર્જ ચુકવવો પડશે. 14 દિવસના નિયમ સમય સીમામાં ચુકવણી નહી કરવાથી યુઝરને વ્યાજ ચુકવવું પડશે. 



આ રીતે બુક થશે પેમેન્ટ વગર ટિકિટ
ટિકિટ બુકિંગ માટે તમારે પહેલા IRCTC એકાઉન્ટ લોગ ઇન કરો. ટિકિટ બુકિંગનું પ્રોસેસ એટલે કે ટ્રેન અને નામ વગેરે નોંધાવ્યા બાદ પેમેન્ટ ડિટેલ પેજ પર જાઓ અહીં તમને ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, BHIM APP, નેટ બેંકિંગથી પેમેન્ટ કરવાનો વિકલ્પ મળશે. આ સાથે જ તમને ePayLater નો ઓપ્શન પણ જોવા મળશે. અહીં તમે ચુકવણી માટે ePayLaterનું ઓપ્શન પસંદ કરો.