COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવી દિલ્હી: જો તમે પૃથ્વી પરના સ્વર્ગની મુલાકાત નથી લીધી અને ત્યાં જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમારા માટે સારી તક છે. IRCTC કાશ્મીર ફરવાના ઈચ્છુક લોકો માટે ખાસ પ્લાન લઈને આવ્યું છે. એવામાં તમે IRCTCના આ પેકેજથી સસ્તામાં કાશ્મીર ઘાટીમાં મુસાફરી કરી શકો છો. IRCTC પેકેજની ખાસ વાત એ છે કે તેમાં તમારે એક વાર પૈસા આપવાના છે. તેના પછી તમારી રહેવાની, ખાવા-પીવાની વ્યવસ્થા IRCTC દ્વારા કરવામાં આવશે. તેનાથી તમારે હોટલ વગેરે બુક કરવાની કોઈ ઝંઝટ નહીં રહે. એવામાં તમારે એ જાણવું જરૂરી છે કે IRCTCના આ પેકેજમાં ક્યાં-ક્યાં ફરી શકાય અને આખા પેકેજ માટે તમારે કેટલાં રૂપિયાનો ખર્ચ કરવો પડશે. સપ્ટેમ્બરની વચ્ચેથી શરૂ થનારા આ પેકેજને જન્નત-એ-કાશ્મીર નામ આપવામાં આવ્યું છે. ત્યારે આવો જાણીએ આ પેકેજ સાથે જોડાયેલી દરેક વાત.

ક્યાં-ક્યાં ફરી શકાશે:
આ પેકેજમાં મુસાફરોને શ્રીનગર લઈ જવામાં આવશે. ત્યારબાદ પહલગામ અને ત્યાંથી ગુલમર્ગ, સોનમર્ગ, શ્રીનગર લોકલ વગેરે જગ્યાએ ફેરવવામાં આવશે. તેમાં શ્રીનગર પહોંચવાનો ખર્ચ આપવો પડશે.

કેટલાં દિવસની છે ટ્રિપ:
આ ટ્રિપ 5 રાત અને 6 દિવસની હશે. જેમાં બધી સુવિધાઓ IRCTC તરફથી આપવામાં આવશે.

કેટલાં રૂપિયાનો થશે ખર્ચ:
જો તમે આ ટ્રિપ દ્વારા મુસાફરી કરવા માગો છો તો એક વ્યક્તિના બુકિંગ પર 30300 રૂપિયા આપવાના રહેશે. તે સિવાય જો તમે બે લોકોનું બુકિંગ કરશો તો તમારે 17,700 રૂપિયા ખર્ચ કરવો પડશે. તો ત્રણ લોકોનું બુકિંગ કરશો તો તમારે 16,600 રૂપિયા આપવાના રહેશે. તેમાં બાળકોની ટિકિટનો રેટ અલગ છે. જેની માહિતી તમને સત્તાવાર વેબસાઈટ પરથી મળી રહેશે.

પેકેજમાં શું-શું છે:
આ પેકેજમાં તમારી રહેવાની વ્યવસ્થા IRCTC તરફથી કરવામાં આવશે. સાથે જ તેમાં બ્રેકફાસ્ટ અને ડિનરનો પણ સમાવેશ થાય છે. લંચની વ્યવસ્થા તમારે જાતે કરવાની રહેશે. એક શહેરમાંથી બીજા શહેરમાં તમને ટેમ્પો ટ્રાવેલરના માધ્યમથી લઈ જવામાં આવશે. તેમાં નોન એસી ગાડીથી મુસાફરી કરાવવામાં આવશે.

પેકેજમાં શું નથી:
પેકેજમાં તમારે ફ્લાઈટ ટિકિટ, લંચ, ટેલિફોન, લોન્ડ્રી વગેરેનો ખર્ચ અને વાહનનો વધારે ઉપયોગનો ખર્ચ આપવો પડશે.

કેવી રીતે કરશો બુકિંગ:
જો તમે કાશ્મીરની મુસાફરી કરવા માગો છો તો તમે IRCTCની સત્તાવાર વેબસાઈટ પર જાઓ અને 18 સપ્ટેમ્બરનું બુકિંગ કરી લો. તમારે એકસાથે ટ્રિપના બધા પૈસા  આપવા પડશે.