પટના : પ્રવર્તન નિર્દેશાલય (ઇડી)એ રાજદ અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ અને તેનાં પરિવાર પટના ખાતે આવેલ ત્રણ એકરની એક જમીનને શુક્રવારે જપ્ત કરી લીધી હતી. ઇડીનાં અધિકારીઓએ જણાવ્યું કે, લાલુની આ જમીન તેનાં પુત્ર અને તેનાં પરિવારની વિરુદ્ધ 2006માં આઇઆરસીટીસી હોટલનાં કોન્ટ્રાક્ટ આપવામાં નાણાકીય તપાસનાં મુદ્દે જપ્ત કરવામાં આવી છે. ઇડીની આ કાર્યવાહી રાષ્ટ્રીય જનતા દળ (રાજદ) પ્રમુખ લાલુની પત્ની રાબડી દેવીની પટનામાં થયેલી પુછપરછના છ દિવસ બાદ જપ્ત કરવામાં આવી છે. ઇડીનાં એક અધિકારીએ નામ જાહેર નહી કરવાની શરતે જણાવ્યું કે, એજન્સીએ આ મુદ્દે ત્રણ એકર જમીન જપ્ત કરી છે, જેનાં પર હાલ એક મોલ બનાવવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ નાણાકીય ગોટાળાઓ મુદ્દે તપાસ કરી રહેલી એજન્સીએ લાલુનાં પુત્ર અને પુર્વઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવની આ મુદ્દે નવી દિલ્હીમાં બે વખત પુછપરછ કરી હતી. ઇડીએ 13 નવેમ્બર અને 10 ઓક્ટોબરે આ અંગે તપાસ કરી હતી. પ્રવર્તન નિર્દેશાલયની તરફથી લાલુ તેજસ્વી અને તેનાં પરિવારનાં અન્ય સભ્યોની વિરુદ્ધ નાણાશોધક નિરોધક અધિનિયમ (પીએમએલએ) હેઠળ નાણાકીય ગોટાળાનાં મુદ્દે તપાસ ચાલી રહી છે. ઇડીએ કેન્દ્રીય તપાસ પંચ (સીબીઆઇ)ની તરફથી એફઆઇઆર દાખલ કરવામાં આવ્યા બાદ 27 જુલાઇએ પીએમએલએ હેઠળ કેસ દાખલ કર્રયો હતો અને નકલી કંપનીઓનાં માધ્યમથી કથિત રીતે નાણાનું હસ્તાંતર કરવા અંગે તપાસ ચલાવાઇ રહી છે. 


આઇઆરસીટીસીની રાંચી અને પુરીમાં આવેલી બે હોટલનો કોન્ટ્રાક્ટ 2006માં એક ખાગી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં ગોટાળા કરવાનાં મુદ્દે સીબીઆઇએ પાંચ જુલાઇએ લાલુ પ્રસાદ, રાબડી દેવી અને તેજસ્વી યાદવની વિરુદ્ધ ભ્રષ્ટાચારને કેસ દાખલ કર્યો હતો. લાલુ તે સમયે રેલ્વેમંત્રી હતા. સીબીઆઇનાં અનુસાર વિજય અને વિનય કોચરની માલિકીવાળી સુજાતા હોટલ્સને આપવામાં આવેલ કોન્ટ્રાક્ટનાં બદલે કથિત રીતે લાલુ અને તેનાં પરિવારને બિહારનાં મહત્વનાં સ્થળો પર જમીન આપી હતી. આ મુદ્દે અહલૂવાલિયા કોન્ટ્રેક્ટર્સનાં પ્રમોટર વિક્રમજીતસિંહ અહલૂવાલિયા, જેમની પણ પુછપરછ કરવામાં આવી છે, પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રેમચંદ ગુપ્તાની પત્ની સરલા ગુપ્તા અને આઇઆરસીટીસીનાં પ્રબંધ નિર્દેશક પી.કે ગોયલ પણ આરોપી છે.