જાન્યુઆરીના મહિનામાં જો તમે થાઈલેન્ડની શાનદાર ટ્રિપ કરવા માંગતા હોવ તો IRCTC એ તમારા માટે એક સરસ પેકેજ તૈયાર કર્યું છે. આ પેકેજમાં 5 રાત અને 6 દિવસની થાઈલેન્ડ ટુર કરવા મળશે. આ પેકેજનું નામ IRCTC તરફથી થાઈલેન્ડ સ્પ્રિંગ ફેસ્ટિવલ ટુર એક્સ કોલકાતા (Thailand Spring Festival Tour Ex Kolkata) રાખવામાં આવ્યું છે. આ ટ્રિપ દરમિયાન તમને બેંગકોક અને પટ્ટાયાની ખુબસુરત જગ્યાઓ જોવાની તક મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IRCTC ના આ પેકેજ હેઠળ 21 જાન્યુઆરી 2023થી શરૂ થનારી ટુર 26 જાન્યુઆરીએ ખતમ થઈ જશે. ટ્રિપ દરમિયાન ટ્રાવેલ કરનારા મુસાફરોને કોલકાતાથી બેંગકોક લઈ જવામાં આવશે અને પછી તેમને ત્યાંથી પટ્ટાયા લઈ જવાશે. ટ્રિપ  દરમિયાન થ્રી સ્ટાર હોટલમાં રહેવાની વ્યવસ્થા રહેશે. તેમાં બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર, ત્રણેય સામેલ રહેશે. આ ઉપરાંત એક ગાઈડ પણ સાથે રહેશે. જે તમને ટ્રિપ અંગે ગાઈડ કરતો રહેશે. 


આ પેકેજમાં શું શું મળશે?
- આવવા અને જવાની ફ્લાઈટ ટિકિટ
- થ્રી સ્ટાર હોટલ
- 4 બ્રેકફાસ્ટ, 4 લંચ અને 4 ડિનર
- પટ્ટાયાના કોરલ આઈલેન્ડની ટુર
- પટ્ટાયાનો અલકઝાર શો
- બેંગકોકમાં મરીન પાર્કની સાથે સફારી વર્લ્ડ
- બેંગકોકના અડધા દિવસની ટુર
- જીએસટી
- ટુર ગાઈડ
- ટ્રાવેલ ઈન્શ્યુરન્સ


પિતા-પુત્ર અને સંતાનની કશ્મકશમાં અટવાયેલી પ્રેમ કહાની! સાંભળીને એક વખત તો ગોથે ચઢશો!


ગુજરાતના Top 5 સુંદરત્તમ ફરવાલાયક સ્થળો, તમે પ્રકૃતિને પેટ ભરીને માણી શકશો


આ દેશમાં ફરવા માટે વિઝાની કોઈ જરૂર નથી: પાસપોર્ટ છે તો અહીં ફરી આવો, મજાના છે દેશ


IRCTC ની ટુર પર કેટલો થશે ખર્ચ
IRCTC ના આ પેકેજ માટે અનેક કેટેગરી રાખવામાં આવી છે. તેમાં જો તમે એકલા ટ્રાવેલ કરવા માંગતા હોવ તો તમને પેકેજ માટે 54,350 રૂપિયા ચૂકવવાના રહેશે. જ્યારે બે લોકો એકસાથે આ ટ્રિપમાં જશે તો તેમણે પ્રતિ વ્યક્તિ 46,100 રૂપિયા ચૂકવવા પડશે. ત્રણ લોકોના ગ્રુપમાં પણ પેકેજની રકમ 46,100 રૂપિયા જ રહેશે. આ પેકેજનું બુકિંગ તમે IRCTC ની અધિકૃત વેબસાઈટ www.irctctourism.com પર જઈને કરી શકે છે. 


જુઓ લાઈવ ટીવી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube