નવી દિલ્હી: IRCTCથી તમે માત્ર ટિકિટ જ બુક નહીં કરી શકો પરંતુ IRCTC તમારા માટે અલગ-અલગ ટૂર પેકેજ લઈને પણ આવે છે. આ પેકેજમાં તમારે માત્ર એક વખત પૈસા જમા કરાવવાના હોય છે અને તેના પછી તમારા રહેવા, ખાવા-પીવાની વ્યવસ્થા કંપની તરફથી કરવામાં આવે છે. આ ક્રમમાં IRCTC હવે કાન્હા ફરવા માટે માટે ઈચ્છુક લોકો માટે અનેક પેકેજ લઈને આવ્યું છે. તેનાથી તમારા અલગ-અલગ બજેટના હિસાબથી તમારો પ્લાન પસંદ કરી શકો છો. ત્યારે કયા પ્રકારના પ્લાન છે અને આ પ્લાનમાં શું-શું સુવિધા આપવામાં આવી રહી છે. સાથે જ જાણીશું કે આ ટૂર ક્યાંથી શરૂ થઈ રહી છે અને આ પેકેજમાં કેટલા રૂપિયાનો ખર્ચ થાય છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


કાન્હા જંગલ ટૂર:
આ ટૂર 2 રાત અને 3 દિવસની છે. જેમાં રાયપુરથી કાન્હા અને તેના પછી સફારી  અને એક રાત કાન્હામાં રોકાવાની સાથે રાયપુર છોડવાની વ્યવસ્થા કરવામાં આવશે. આ પેકેજમાં બે વ્યક્તિના બુકિંગ માટે 11,400 રૂપિયાનો ખર્ચ થશે અને ત્રણ વ્યક્તિના બુકિંગ પર 8350 રૂપિયા ખર્ચ કરવો પડશે.


રાયપુર-કાન્હા હોલિડે પેકેજ:
આ પેકેજ 3 રાત અને 4 દિવસનું છે. પેકેજની ટ્રિપ રાયપુરથી શરૂ થશે અને તેના પછી કાન્હા લઈ જવામાં આવશે. ત્યારબાદ તેમને રિસોર્ટમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે. તેના પછી સફારીની મજા કરાવવામાં આવશે. તેના પછી રાયપુરની ટ્રિપ માટે બે લોકો માટે એક વ્યક્તિના હિસાબથી 15,350 રૂપિયા અને ત્રણ વ્યક્તિના બુકિંગ પર એક વ્યક્તિ માટે 11,300 રૂપિયાનો ખર્ચ કરવાનો રહેશે.


કાન્હા વાઈલ્ડ લાઈફ ટૂર:
આ ટૂર 3 રાત અને 4 દિવસની છે. તે દર ગુરુવારે થાય છે. આ ટૂરમાં તમને રાયપુર, કાન્હાની સાથે જબલપુર પણ ફેરવવામાં આવશે. આ ટ્રિપ માટે તમારે બે વ્યક્તિના બુકિંગ પર એક વ્યક્તિ માટે 16,900 રૂપિયા ખર્ચ કરવાનો રહેશે અને ત્રણ લોકોના બુકિંગ પર 12,200 રૂપિયા પ્રતિ વ્યક્તિના હિસાબે ખર્ચ થશે.


છત્તીસગઢ ટૂર:
આ ટૂર 5 રાત અને 6 દિવસની હશે. આ ટ્રિપમાં રાયપુર, જગદાલપુર, ચિત્રકોટે વગેરે જગ્યાએ ફેરવવામાં આવશે. તેમાં તમારે રહેવાની વ્યવસ્થા પણ IRCTC  તરફથી કરવામાં આવશે. આ ટ્રિપમાં જો તમે બે વ્યક્તિનું બુકિંગ કરો છો તો તમારે એક વ્યક્તિ માટે 22,850 રૂપિયા અને ત્રણ વ્યક્તિના બુકિંગ પર તમને 16,800 રૂપિયા પ્રતિ વ્યક્તિના હિસાબથી ખર્ચ કરવો પડશે.