જો તમે ટ્રેનમાં મુસાફરી કરવા માટે ટિકિટ બુક કરાવી રહ્યા છો તો તમારા માટે મોટા સમાચાર છે. વાત જાણે એમ છે કે IRCTC ની વેબસાઈટ આગામી એક કલાક માટે ઠપ થઈ ગઈ છે.  જેના કારણે ટિકિટ બુક થઈ શકતી નથી. ટિકિટ બુકિંગમાં સમસ્યાના પગલે મુસાફરોએ ખુબ પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. IRCTC ની સર્વિસ ડાઉન થવાથી તત્કાળ ટિકિટ બનાવનારાઓને પણ સમસ્યાઓ આવી રહી છે. તત્કાળ બુકિંગ વિંડો ખુલતાની સાથે જ આઈઆરસીટીસીનું સર્વર ડાઉન થઈ ગયું. આ બધા વચ્ચે IRCTC એ એક નિવેદન  બહાર પાડીને કારણ જણાવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IRCTCની વેબસાઈટ અચાનક ઠપ થઈ જવાથી હડકંપ મચી ગયો અને ટ્રેન મુસાફરો સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરતા જોવા મળ્યા. આ બધા વચ્ચે IRCTC એ પણ તત્કાળ નિવેદન બહાર પાડ્યું અને પરેશાનીનું કારણ જણાવ્યું. સોશિયલ મીડિયા પર લોકોએ આ સમસ્યાનું કારણ પૂછતા IRCTC એ જણાવ્યું છે કે સાઈટ પર મેન્ટેનન્સનું કામ ચાલતું હોવાના કારણે આગામી એક કલાક સુધી કોઈ બુકિંગ થઈ શકશે નહીં. 




IRCTC એ બહાર પાડેલા નિવેદનમાં કહ્યું કે મેન્ટેનન્સ એક્ટિવિટીના કારણે ઈ-ટિકિટિંગ સેવાઓ ખોરવાઈ છે અને આ આગામી એક કલાક માટે છે. Plz Try Later. આ સાથે જ મદદ માટે જરૂરી નંબર પણ શેર કર્યા છે. કેન્સલેશન/ફાઈલ ટીડીઆર માટે કસ્ટમર કેર નંબર 14646, તથા આ ઉપરાંત etickets@irctc.co.in ની મદદ લઈ શકાય છે.