બેંગલુરુઃ મધર્સ ડેના દિવસે આયરલ લેડી અને નાગરિક અધિકારો માટે લાંબી લડત લડરનારી ઈરોમ શર્મિલાને બેવડો આનંદ પ્રાપ્ત થયો છે. તેણે 46 વર્ષની વયે બેંગલુરુની એક ખાનગી હોસ્પિટલમાં રવિવાર(12 મે)ના રોજ જોડીયા બાળકીને જન્મ આપ્યો છે. 'ક્લાઉડ નાઈન ગ્રૂપ ઓફ હોસ્પિટલ'ના ડોક્ટરોએ જણાવ્યું કે, બાળકીઓ અને માતા બંનેની તબિયત સારી છે. ડોક્ટર શ્રીપદા વિનેકરે જણાવ્યું કે, 'જોડિયા બાળકોને કારણે અમારે સી સેક્શન કરવું પડ્યું હતું. બાળકીઓ અત્યંત સુંદર અને સ્વસ્થ છે. શર્મિલા ગર્ભવતી બન્યા પછી સળંગ 9 મહિના સુધી હોસ્પિટલમાં તબીબોની દેખરેખ હેઠળ જ રહી હતી.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હોસ્પિટલના નિર્દેશક નિતિન નાગે જણાવ્યું કે, પ્રથમ બાળકીનો જન્મ સવારે 9.21 કલાકે થયો અને તેનું વજન 2.15 કિગ્રામ છે. બીજી બાળકીનો જન્મ 9.22 કલાકે થયો અને તેનું વજન 2.14 કિગ્રા છે. માતા-પિતાએ બાળકીઓનું નામ શાખી અને ઓટમ તારા રાખ્યું છે. 


ઉલ્લેખનીય છે કે, મણિપુરમાં શસસ્ત્ર દળો વિશેષ અધિકાર અધિનિયમને દૂર કરવાની માગ સાથે ઈરોમ શર્મિલા 16 વર્ષ સુધી ભૂખ હડતાળ પર રહી હતી. તેણે 2017માં તમિલનાડુના કોડાઈકેનાલમાં રહેતા ડેસમંડ એન્થોની બેલાર્નીન કોટિન્હો સાથે લગ્ન કર્યા હતા. શર્મિલાને મણિપુરની "આયર્ન લેડી" તરીકે ઓળખવામાં આવે છે. 


તેણે 2016માં પોતાની ભૂખ હડતાળ સમાપ્ત કરી હતી. મુખ્યમંત્રી ઓકરમ ઈબોબી સિંહ સામે 2017ની વિધાનસભા ચૂંટણી પણ તેણે લડી હતી. જોકે, તેનો પરાજય થયો હતો. 


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....