ભારત સહિત અનેક દેશોની નોટો છાપવાનો ઓર્ડર મળ્યાનો ચીની મીડિયાનો દાવો
અત્યાર સુધી તમને તે અંગે માહિતી હશે કે દેશની કરન્સી દેશમાં જ છપાતી હતી,પરંતુ આગામી સમયમાં તમારા હાથમાં જે ભારતીય કરન્સી આવશે તે કદાચ ચીનમાં પણ છપાયેલી હોઇ શકે છે. ચીની મીડિયામાં હાલ ગાજી રહેલા અહેવાલો અનુસાર ચીનને ભારતીય કરન્સી સહિત ઘણા દેશોની કરન્સી છાપવા માટેનાં મોટા ઓર્ડર મળ્યા છે. જેનાં કારણે દેશમાં રાજકારણ પણ ગરમાઇ ગયું છે.
નવી દિલ્હી : અત્યાર સુધી તમને તે અંગે માહિતી હશે કે દેશની કરન્સી દેશમાં જ છપાતી હતી,પરંતુ આગામી સમયમાં તમારા હાથમાં જે ભારતીય કરન્સી આવશે તે કદાચ ચીનમાં પણ છપાયેલી હોઇ શકે છે. ચીની મીડિયામાં હાલ ગાજી રહેલા અહેવાલો અનુસાર ચીનને ભારતીય કરન્સી સહિત ઘણા દેશોની કરન્સી છાપવા માટેનાં મોટા ઓર્ડર મળ્યા છે. જેનાં કારણે દેશમાં રાજકારણ પણ ગરમાઇ ગયું છે.
સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટમા આ માહિતી આપવામાં આવી છે. તેમાં ચીન બેંક નોટ પ્રિન્ટિંગ અને મિટિંગ કોર્પોરેશનનાં અધ્યક્ષ લ્યૂ ગુઇસેંગે તેમ પણ જણાવ્યું કે, અત્યાર સુધી ચીને કોઇ પણ દેશની કરન્સી છાપી નથી. જો કે ZEE NEWS આ કોઇ પણ અહેવાલની પૃષ્ટી કરતું નથી. સાથે જ સરકારની તરફથી પણ આ અંગે હજી સુધી કોઇ પણ અધિકારીક પ્રતિક્રિયા આવી નથી. હાલ તો માત્ર ચીની મીડિયાનાં અહેવાલનાં આધારે રાજકારણ ચાલુ થઇ ચુક્યું છે.
વર્ષ 2013માં દક્ષિણ પુર્વ એશિયા, મધ્ય એશિયા, ખાડી ક્ષેત્ર, આફ્રીકા અને યૂરોપને જમીન અને સમુદ્ર માર્ગે જોડવા માટે ચીને વન બેલ્ટ વન રોડ યોજના લોન્ચ કરી. લ્યૂએ કહ્યું કે, ત્યારબાદથી જ કંપનીને તક મળી અને સફળતાપુર્વક થાઇલેન્ડ, બાંગ્લાદેશ, શ્રીલંકા, મલેશિયા, ભારત, બ્રાજીલ અને પોલેન્ડની કરન્સી છાપવાનાં પ્રોજેક્ટ મેળવવામાં સફળતા પ્રાપ્ત થઇ હતી. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટનાં અનુસાર આ માત્ર એક નમૂનો છે.
આ રિપોર્ટ અંગે કોંગ્રેસનાં નેતા શશિ થરૂરે ટ્વીટ કરીને આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. તેમણે વિદેશમાં નોટ છપાવા મુદ્દે સવાલ ઉઠાવ્યા હતા. સાથે જ કહ્યું કે, તેનાં કારણે પાકિસ્તાનને નકલી નોટો મેળવવામાં સરળતા થઇ જશે. જેનાં કારણે રાષ્ટ્રીય સુરક્ષા સામે ખતરો પેદા થઇ શકે છે. કેટલીક સરકારોએ ચીનને કહ્યું છે કે સોદાની જાહેરાત કરવામાં ન આવે. તેમની ચિંતા છે કે આવી માહિતી બહાર આવવાથી રાષ્ટ્રીય સુરક્ષા સામે ખતરો પેદા થઇ શકે છે. બિનજરૂરી વિવાદ પણ થઇ શકે છે.
લ્યુએ કહ્યું કે, વિશ્વનાં આર્થિક પરિદ્રશ્યમાં મોટું પરિવર્તન આવી રહ્યું છે. જે રીતે ચીન મોટું અને વધારે શક્તિશાળી બની જશે તો તે પશ્ચિમ દ્વારા સ્થાપિત મુલ્યોને પડકારશે. અન્ય દેશો માટે કરન્સી છાપવી એક ખુબ જ મોટી સફળતા છે. આંતરરાષ્ટ્રીય કરન્સીના પ્રિંટિંગ બજાર પર પશ્ચિમી કંપનીઓનો એક સદીથી વધારે સમયથી દબદબો અને પ્રભુત્વ રહ્યું છે.
ભારતની કરન્સી અહીં છપાય છે
ભારતમાં હાલ નોટનું છાપકામ મહારાષ્ટ્રનાં નાસિક, કર્ણાટકનાં મૈસુર અને મધ્યપ્રદેશનાં દેવાસ અને પશ્ચિમ બંગાળનાં શાલબનીમાં છપાય છે. દેશની તમામ નોટો દેશમાં જ છાપવામાં આવે છે. જો કે નોટ માટેનો કાગળ વિદેશથી આયાત કરવામાં આવે છે.