Farmers Protest: સંયુક્ત કિસાન મોરચાના પ્રતિનિધિ કૃષિમંત્રી સાથે કરી શકે છે મુલાકાત
કહેવાય છે કે સરકાર તરફથી મોકલવામાં આવેલા પ્રસ્તાવના કેટલાક પોઈન્ટ્સ પર સ્પષ્ટીકરણ મળતાની સાથે જ ખેડૂતો આંદોલન પાછું ખેંચવાની જાહેરાત કરી લેશે.
નવી દિલ્હી: ખેડૂત આંદોલન (Farmers Protest) અંગે સંયુક્ત કિસાન મોરચા આજે મોટો નિર્ણય લઈ શકે છે. કહેવાય છે કે સરકાર તરફથી મોકલવામાં આવેલા પ્રસ્તાવના કેટલાક પોઈન્ટ્સ પર સ્પષ્ટીકરણ મળતાની સાથે જ ખેડૂતો આંદોલન પાછું ખેંચવાની જાહેરાત કરી લેશે.
સંયુક્ત કિસાન મોરચાએ બોલાવી બેઠક
દિલ્હીમાં સંયુક્ત કિસાન મોરચાની 5 સભ્યોની સમિતિએ ઈમરજન્સી બેઠક બોલાવી છે. જે સંયુક્ત કિસાન મોરચાની બેઠક પહેલા યોજાશે. સૂત્રોના જણાવ્યાં મુજબ આ સમિતિ કૃષિ મંત્રી સાથે પણ મુલાકાત કરી શકે છે. એવી આશા વ્યક્ત કરાઈ રહી છે કે આ નિર્ણય કર્યા બાદ મોરચાના અલગ અલગ કિસાન સંગઠનો સામે વાત રજુ કરાશે. ત્યારબાદ ખેડૂતોની સહમતિ લીધા પછી આગળ જાહેરાત કરાશે.
દિગ્ગજ BJP નેતાની પુત્રી બનશે ઠાકરે પરિવારનું પુત્રવધુ, તાજ હોટલમાં આ દિવસે થશે લગ્ન
ખેડૂતો પર થયેલા કેસ પાછા ખેંચવાની માગણી
વાત જાણે એમ છે કે ખેડૂત આંદોલન પાછું ખેંચતા જ ખેડ઼ૂતો પર નોંધાયેલા કેસ પણ પાછા ખેંચવાની માગણી કરાઈ રહી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ સરકાર તેના પર કામ કરવાનું શરૂ કરે. અમે આંદોલન પાછું ખેંચવાની જાહેરાત કરી દઈશું.
ખેડૂતો તરફથી સરકાર પાસે આ પોઈન્ટ્સ પર જવાબ માંગવામાં આવ્યો છે. જો સરકાર તરફથી તેના પર સ્પષ્ટીકરણ આપવામાં આવશે તો ખેડૂતો કેટલાક મહત્વના નિર્ણય લઈ લેશે.
સરકારે ખેડૂતોની અનેક માગણીઓ સ્વીકારી લીધી છે
વાત જાણે એમ છે કે કૃષિ કાયદા પાછા લીધા પછી પણ ખેડૂતોએ પોતાની કેટલીક અન્ય માગણીઓ સરકાર સમક્ષ રજુ કરી. ત્યારબાદ સરકાર તરફથી તેમાંથી મોટાભાગની માગણીઓને પણ સ્વીકારી લેવાઈ.
બજારમાંથી કેમ ગાયબ થઈ રહી છે 2000 રૂપિયાની નોટ? જો તમારી પાસે આ નોટ હોય તો ખાસ જાણો માહિતી
ચૂંટણી પહેલા આંદોલન ખતમ કરવાની કોશિશ
જો કે સરકાર ક્યાંક ને ક્યાંક પાંચ રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણીઓ પહેલા ખેડૂતોની માગણીઓ સ્વીકારીને આ આંદોલન ખતમ કરવા માંગે છે. આ જ કારણે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સંયુક્ત કિસાન મોરચાને એક ડ્રાફ્ટ મોકલ્યો જેમાં વળતર, એમએસપી અને પોલીસ તરફથી નોંધાયેલા કેસ પાછા લેવાની ખેડૂતોની મોટાભાગની માગણીઓ તો કેટલીક શરતો સાથે સ્વીકારી લેવાઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube