શું આમંત્રણ મળશે તો PM મોદી ઈમરાન ખાનના શપથ ગ્રહણ સમારોહમાં જશે?
ઇમરાન ખાન 11 ઓગસ્ટે પાકિસ્તાનના નવા વડાપ્રધાનના રૂપમાં શપથ લેશે.
નવી દિલ્હીઃ સરહદ પાર પાડોસી દેશ પાકિસ્તાનથી માહિતી મળી રહી છે કે, ઇમરાન ખાન પોતાના શહથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રિત કરી શકે છે. આ માહિતીના સાથે અટકળો લગાવવામાં આવી રહી છે કે, શું પીએમ મોદી પાકિસ્તાન જશે? તેવું તે માટે કારણ કે 2014માં પીએમ મોદીએ પોતાના શહથ ગ્રહણ સમારોહમાં પાકિસ્તાનના તત્કાલીન વડાપ્રધાન વાઝ શરીફ સહિત સાર્ક નેતાઓને આમંત્રિત કર્યા હતા. નવાઝ શરીફ આવ્યા પણ હતા. આ પૃષ્ઠભૂમિમાં સવાલ ઉભા થઈ રહ્યાં છે કે, શું પીએમ મોદી પાકિસ્તાન જશે?
આ પહેલાપીએમ મોદીએ સત્તામાં આવ્યા બાદ પાકિસ્તાન સાથે સંબંધ સુધારવાનો પ્રયત્ન કર્યો હતો. આથી તેઓ અચાનક પાકિસ્તાન ગયા હતા. રૂસના ઉફામાં પીએમ મોદી અને નવાઝ શરીફની મુલાકાત થઈ હતી. ત્યારબાદ 2016માં પાકિસ્તાન સંગઠનો દ્વારા કરાયેલી આતંકી હુમલા અને ઉરી આતંકી હુમલા બાદ પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં ભારતીય સેનાની સર્જિકલ સ્ટ્રાઇક બાદ બંન્ને દેશોના સંબંધોમાં તણાવ પેદા થયો અને ત્યારબાદ બંન્ને પક્ષો વચ્ચે કોઇ ઐપચારિક વાતચીત થઈ નથી.
તેવામાં ચૂંટણી જીત્યા બાદ ઇમરાન ખાને પોતાના વિજયી ભાષણાં ભારતની સાથે સંબંધ સુધારવાની વાત જરૂર કરી પરંતુ તેની સાથે કાશ્મીરનું ગીત પણ ગાયું. તેમના ભાષણમાં દેશોની પ્રાથમિકતાની યાદીમાં ચીનનું નામ સૌથી ઉપર અને ભારતનું નામ સૌથી નીચે હતું. તેવામાં ભારતની સાથે મિત્રતાને લઈને તેના ઈદારા પર સવાલ ઉઠે તે સ્વાભાવિક છે. તેની પાછળ સૌથી મોટુ કારણ તે પણ છે કે પાકિસ્તાન સેના વિશે કહેવામાં આવે છે કે તે નવાઝ શરીફના પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવાના નિર્ણયની વિરુદ્ધ હતી.
તે પણ કહેવામાં આવે છે કે જ્યારે નવાઝ શરીફ અહીં આવ્યા તો તે પહેલા ભારતીય વડાપ્રધાનના આમંત્રણને સ્વીકાર કરવામાં ઘણા દિવસો લગાવી દીધા હતા. માનવામાં આવે છે કે પાકિસ્તાની સેના આ આમંત્રણને સ્વીકાર કરાવાની વિરુદ્ધ હતી. પરંતુ નવાઝ શરીફ ન માન્યા. તે પણ કહેવામાં આવે છે કે આ એપિસોડ બાદ તેમના સેનાની સાથે સંબંધો બગડવાનું શરૂ થયું. તે પણ કહેવામાં આવે છે કે, નવાઝ શરીફ ભારત સાથે સંબંધો સુધારવા ઈચ્છુક હતા પરંતુ પોતાની સેનાને કારણે તે આમ ન કરી શક્યા. તે પણ કહેવામાં આવે છે કે ભારત સાથેની મિત્રતાને કારણે તેમણે સત્તામાંથી હાથ ધોવા પડ્યા છે.