25 સપ્ટેમ્બરથી દેશમાં ફરી લૉકડાઉન? સોશિયલ મીડિયામાં વાયરલ થયા સમાચાર
સોશિયલ મીડિયા પર એક સમાચાર ઝડપથી વાયરલ થઈરહ્યાં છે કે સરકાર જલદી એકવાર ફરીથી લૉકડાઉન લગાવવાની તૈયારી કરી રહી છે.
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર એક એવા સમાચાર વાયરલ થઈ રહ્યાં છે કે સરકાર જલદી એકવાર ફરીથી લોકડાઉન લગાવવા જઈ રહી છે. 25 સપ્ટેમ્બરથી લૉકડાઉન લગાવવાનો આદેશ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) તરફથી જણાવવામાં આવી રહ્યો છે. કોરોના વાયરસના વધતા સંક્રમણને રોકવા માટે સરકાર તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. નિર્ણયમાં તે પણ કહેવામાં આવ્યું છે કે આ વખતે વધુ આક્રમકતાથી લૉકડાઉનનું પાલન કરાવવામાં આવશે.
46 દિવસનું હશે લૉકડાઉન
વાયરલ થઈ રહેલા સમાચારમાં કહેવામાં આવ્યું છે કે ડિઝાસ્ટર વિભાગના એક લેટરપેડ પર સરકારી આદેશમાં લખવામાં આવ્યું છે કે આ લૉકડાઉન 46 દિવસનું હશે. સાથે કહેવામાં આવ્યું છે કે એનડીએમએ, યોજના આયોગની સાથે મળીને પીએમઓ અને ગૃહ મંત્રાલયના વિનંતી કરે છે કે 25 સપ્ટેમ્બર રાતથી લૉકડાઉન લગાવવામાં આવે. પરંતુ આ દરમિયાન જરૂરી સેવાઓ પહેલાની જેમ ચાલતી રહેશે.
શું કહે છે પીઆઈબીનું ફેક્ટ
પરંતુ સરકાર તરફથી પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો (PIB) દ્વારા કરવામાં આવેલ ફેક્ટ ચેકમાં આ ખબરને અફવા ગણાવવામાં આવી છે. પીઆઈબી ફેક્ટ ચેક પ્રમાણે કેન્દ્ર સરકારે ન આ સંબંધમાં કોઈ નવો આદેશ જારી કર્યો છે, ન આ સંબંધમાં કોઈ વિચાર-વિમર્શ માટે નોટિસ જારી કરી છે.