નવી દિલ્હીઃ દેશમાં ચાલી રહેલા કોરોના સંકટ વચ્ચે મંકીપોક્સે ચિંતા વધારી દીધી છે. ભારતમાં અત્યાર સુધી આ વાયરસના ચાર કેસ સામે આવી ચુક્યા છે. રવિવારે દિલ્હીમાં ચોથો કેસ સામે આવ્યો હતો. વિશ્વ આરોગ્ય સંસ્થા તરફથી મંકીપોક્સને વૈશ્વિક ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. WHO પ્રમાણે મંકીપોક્સ વાયરસ કોઈપણ પ્રકારના નજીકના સંપર્ક દ્વારા ફેલાય શકે છે, જેમાં ચુંબન પણ સામેલ છે. તેની સાથે તમે સંક્રમિત વ્યક્તિને ટચ કરો અથવા તેની સાથે શારીરિક સંબંધ બનાવો છો તો પણ તમને સંક્રમણ થવાનો ખતરો વધી જાય છે.
 
ડબ્લ્યુએચઓ અનુસાર, ફોલ્લીઓ, શરીરના પ્રવાહી (પૂસ, અથવા ચામડીના જખમમાંથી લોહી નીકળવું) ખાસ કરીને ચેપી છે. ચાંદા કે ઘાવ પણ સંક્રામક હોઈ શકે છે, કારણ કે લાળના માધ્યમથી પણ આ વાયરસ ફેલાય શકે છે. સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવનારી વસ્તુઓના સંપર્કમાં આવવું- જેમ કે કપડા, બેડ, ટુવાલ કે ભોજનના વાસણ જેવી વસ્તુ પણ સંક્રમણનો સ્ત્રોત હોય શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યૂઝ એજન્સી એએનઆઈએ સર ગંગા રામ હોસ્પિટલના સીનિયર ડોક્ટર ધીરેન ગુપ્તાના હવાલાથી જણાવ્યુ, 'યૌન સંપર્ક દરમિયાન મંકીપોક્સ ફેલાય છે. આ સાથે ગળે લગાવવા, માલિશ કરવા અને ચુંબનની સાથે સાથે લાંબા સમય સુધી આમને-સામને સંપર્કથી પણ વાયરસ ફેલાવાનો ખતરો છે. કોઈ વ્યક્તિ આ વાયરસથી ત્યારે પણ સંક્રમિત થઈ શકે છે જ્યારે તે કોઈ સંક્રમિત દર્દી દ્વારા સેક્સ સંબંધ બનાવવા દરમિયાન ઉપયોગ કરાયેલા બેડ, ચાદર અને સેક્ટ ટોયના સંપર્કમાં આવ્યો હોય, જેને Disinfect ન કરવામાં આવ્યા હોય.' નિષ્ણાંતોનું કહેવું છે કે પોતાના સેક્સ પાર્ટનરની સંખ્યા સીમિત રાખવાથી જોખમની સંભાવના ઓછી થઈ શકે છે. 


આ પણ વાંચોઃ મંકીપોક્સ સામે લડી લેવા અમદાવાદ તૈયાર, ટેસ્ટિંગ માટે બીજે મેડિકલ કોલેજને મળી મંજૂરી 


તો ફોર્ટિસ હોસ્પિટલ વસંત કુંજના ડાયરેક્ટર અને ડો. મનોજ શર્માએ કહ્યુ કે, 'મંકીપોક્સ સેક્ટ દરમિયાન સંપર્કમાં આવલાથી ફેલાય છે. તો સંક્રમિત વ્યક્તિના જનનાંગોને ટચ કરવાની સાથે મૌખિક, યૌની અને ગુદા મૈથુનથી પણ ફેલાય શકે છે.'


શું કોન્ડોમના ઉપયોગથી મળશે મદદ
ડો. શર્માએ કહ્યુ, તે ગળે લગાવવા, ચુંબન કરવા કે સંક્રમિત વ્યક્તિ દ્વારા ઉપયોગ કરવામાં આવેલી વસ્તુના સંપર્કમાં આવવાથી પણ ફેલાય શકે છે. તેથી કોન્ડોમનો ઉપયોગ કરવા જેવી વિધિઓ લાભકારી સાબિત થશે નહીં. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube