નવી દિલ્હીઃ ISC 12th Result 2022 Release: કાઉન્સિલ ફોર ધ ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન (CISCE) એ આજે  (ISC) ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ જાહેર કરી દીધુ છે. જેને વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ cisce.org પર જઈને ચેક કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદ્યાર્થીઓ પરીક્ષાનું પરિણામ ચેક કરવા માટે એસએમએસનો ઉપયોગ પણ કરી શકે છે. તે માટે તેણે એસએમએસ દ્વારા પોતાનું આઈએસી પરિણામ પ્રાપ્ત કરવા માટે પોતાની યુનિક આઇડી ટાઈ કરી અને 1234567, 09248082883 પર મોકલી આપે. આ વર્ષે ધોરણ 12ની પરીક્ષામાં 99.38% વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ પાસ થયા છે. આ વર્ષે છોકરીઓનું પરિણામ 99.52% રહ્યું છે. જ્યારે યુવકોનું 99.26 ટકા રહ્યું છે. કુલ 50761 યુવકોએ આ પરીક્ષા પાસ કરી છે અને 45579 યુવકીઓ પરીક્ષા પાસ કરી છે. સીઆઈએસસીઈએ ધોરણ 12ની પરીક્ષાનું આયોજન 26 એપ્રિલથી 14 જૂન વચ્ચે કર્યું હતું. 


આ પણ વાંચોઃ Goa bar row: સ્મૃતિ ઈરાનીએ આ નેતાઓને મોકલી લીગલ નોટિસ, પુત્રી પર લગાવ્યા હતા આરોપ


ISC 12th Result 2022: આ રીતે ચેક કરો પરિણામ
સ્ટેપ 1- સૌથી પહેલા વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ results.cisce.org અને  cisce.org ઓપન કરે.
સ્ટેપ 2- હવે વિદ્યાર્થીઓ રિઝલ્ટ લિંક પર ક્લિક કરે અને  ISC પરિણામની લિંક ઓપન કરે. 
સ્પેટ 3- ત્યારબાદ વિદ્યાર્થીઓ પોતાનું યુનિક આઈડી, ઇન્ડેક્સ નંબર અને અન્ય જરૂરી જાણકારી એન્ટર કરે.
સ્ટેપ-4 હવે વિદ્યાર્થીઓને તેનું પરિણામ સ્ક્રીન પર જોવા મળશે. 
સ્ટેપ 5- ત્યારબાદ વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ ડાઉનલોડ કરી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube