શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં ભારત સરકારના સંઘર્ષવિરામથી પાકિસ્તાન સખત ડરેલુ છે. આ જ કારણે તે પોતાની જાસૂસી એજન્સી આઈએસઆઈ દ્વારા  કાશ્મીરમાં આતંકનો માહોલ પેદા કરી રહ્યો છે. ભારતની ગુપ્તચર એજન્સીના સૂત્રોએ આ જાણકારી આપી છે. હકીકતમાં રમજાનનો મહીનો શરૂ થતા જ ભારતે સંઘર્ષવિરામની જાહેરાત કરી હતી. જેનાથી સ્પષ્ટપણે એ સંદેશો આપવાની કોશિશ કરવામાં આવી હતી કે તેઓ ઘાટીમાં શાંતિનો માહોલ ઈચ્છે છે. પરંતુ ભારતનું આ શાંતિનું વલણ દુશ્મનોને આંખમાં કણાની જેમ ખૂંચ્યું અને કાશ્મીરમાં તેમણે સુરક્ષાદળોના જવાનોની અને નાગરિકોની હત્યા કરવા માંડી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય ગુપ્તચર એજન્સીના સૂત્રોએ જણાવ્યું કે કાશ્મીરમાં પોતાની પક્કડને પાકિસ્તાનની જાસૂસી એજન્સી આઈએસઆઈ ઢીલી કરવા માંગતી નથી અને આજ કારણે તે ભારતના શાંતિના મનસૂબાઓ પર પાણી  ફેરવવા માટે કાશ્મીરમાં આતંકી હુમલાઓને અંજામ આપવામાં લાગી છે. જે રીતે ગુરુવારે 14 જૂનના રોજ ભારતીય સેનાના જવાન ઔરંગઝેબની હત્યા કરવામાં આવી તેની પાછળ પણ તેમનો હેતુ એ હતો કે લોકોને ખાસ કરીને યુવાઓને ડરાવવામાં આવે. જેથી કરીને તેઓ સેનામાં સામેલ ન થાય.


વાસ્તવમાં આઈએસઆઈ એવા તમામ અવાજને દબાવવાની કોશિશ કરી રહી છે જેનાથી કાશ્મીરમાં શાંતિ અને અમનનું વાતાવરણ બનાવવામાં આવે. જો કે સુરક્ષા એજન્સીઓ કાશ્મીરમાં સંઘર્ષવરામને આગળ વધારવાની મૂડમાં જરાય નથી. તેઓ ઈચ્છે છે કે આતંકીઓ વિરુદ્ધ ફરીએકવાર મોટુ ઓપરેશન લોન્ચ કરવામાં આવે.


અપહ્રત સૈનિકનો ગોળીથી વિંધાયેલો મૃતદેહ મળ્યો
સેનાના જવાન ઔરંગઝેબનો ગોળીઓથી વિંધાયેલો મૃતદેહ ગુરુવારે 14 જૂનના રોજ સાંજે પુલવામાથી મળી આવ્યો હતો. ગઈ કાલે જ ઔરંગઝેબનું આતંકવાદીઓએ અપહરણ કર્યું હતું. સૈનિક ઈદ મનાવવા માટે ઘરે જઈ રહ્યો હતો. પોલીસે જણાવ્યું કે કંપની કમાન્ડરના નજીકના ઔરંગઝેબ ઈદ મનાવવા માટે ગુરુવારે સવારે પોતાના ઘર રાજૌરી જઈ રહ્યાં હતાં. તે વખતે જ પુલવામાના કાલમ્પોરાથી આતંકવાદીઓએ તેનું અપહરણ કરી લીધુ.


પોલીસ અને સેનાના સયુંક્ત દળને ઔરંગઝેબનો મૃતદેહ કાલમ્પોરાથી લગભગ 10 કિમી દૂર 4 જમ્મુ કાશ્મીર લાઈટ ઈન્ફેન્ટરીના ઔરંગઝેબ હાલ શોપિયાના શાદીમાર્ગ સ્થિત 44 રાષ્ટ્રીય રાઈફલમાં તહેનાત હતાં. અધિકારીઓએ જણાવ્યું કે સવારે લગભગ 9 વાગે યુનિટના સૈનિકોએ એક કાર રોકીને ચાલકને ઔરંગઝેબને શોપિયા સુધી છોડી દેવા જણાવ્યું. આતંકવાદીઓએ તે વાહનને કાલમ્પોરામાં રોક્યું અને જવાનનું અપહરણ કરી લીધુ.