નવી દિલ્હીઃ ગુપ્તચર એજન્સીઓએ ગૃહ મંત્રાલયને મોકલેલા એક રિપોર્ટમાં જણાવ્યું કે, પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆએ પંજાબ સહિત દેશભરમાં મહત્વનાં પદો પર રહેલા નિવૃત્ત પોલિસ અધિકારીઓની સાથે-સાથે નિવૃત્ત સૈનિક અધિકારીઓને નિશાન બનાવવાનું કાવતરું રચ્યું છે. આઈએસઆઈ દ્વારા આ અત્યંત ગુપ્ત પ્રોજેક્ટને 'પ્રોજેક્ટ હાર્વેસ્ટિંગ કેનેડા' નામ આપવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૃહ મંત્રાલયના સૂત્રો અનુસાર પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈએ પંજાબમાં ખાલિસ્તાની સમર્થકો અને તેની સાથે સંકળાયેલા આતંકીઓની મદદ કરવાનું શરૂ કર્યું છે, જેથી કરીને પાકિસ્તાનમાં અશાંતિ ફેલાવી શકાય. આ અગાઉ પણ એવા અનેક ઈનપુટ મળ્યા છે, જેના અનુસાર પંજાબ સહિત દેશના અન્ય રાજ્યોમાં રહેતા પોલીસ અધિકારીઓને નિશાન બનાવવાનું કાવતરું ઘડાઈ રહ્યું છે. સરકારની એજન્સી એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, 'પ્રોજેક્ટ હાર્વેસ્ટિંગ કેનેડા' અંતર્ગત અત્યાર સુધી કેટલા આતંકીઓને આઈએસઆઈ દ્વારા સામેલ કરવામાં આવ્યા છે અને તેનું નેટવર્ક ક્યાં છે. 


પઠાણકોટ રેલવે સ્ટેશન પર ISIની નજર, બ્લાસ્ટ કરવાનો હતો પ્લાનિંગ: સૂત્ર


થોડા દિવસ પહેલા જ ભારતીય સેનાની મિલીટરી એન્ટેલિજન્સ સાથે જોડાયેલો એક નકલી લેટર બહાર આવ્યો હતો, જેમાં કહેવાયું હતું કે, ભારતીય સેનામાં જે શીખ જવાન છે, તેમના પર નજર રાખવામાં આવી રહી છે. આઈએસઆઈ આ કામ માટે ભાગલાવાદી જૂથ 'સિખ ફોર જસ્ટિસ'ની મદદ લઈ રહી છે. 


ભારતીય એજન્સીઓને આશંકા છે કે, આઈએસઆઈ આ અલગતાવાદી જૂથની મદદથી પંજાબમાં ફરી એક મોટો આતંકી હુમલો કરવાનું પ્લાનિંગ કરી રહી છે. પાકિસ્તાનમાં હજુ પણ ખાલિસ્તાનિ સમર્થિત અનેક આતંકી જૂથ સક્રિય છે અને આઈએસઆઈ 'સિખ ફોર જસ્ટિસ'ની મદદથી શીખ યુવાનોનું બ્રેઈનવોશ કરીને ભારત વિરુદ્ધ આતંકવાદી હુમલા માટે ઉપયોગ કરવા માગે છે. 


જૂઓ LIVE TV...


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...