નવી દિલ્હીઃ આતંકવાદીઓ અને અલગતાવાદીઓ સામે સુરક્ષા એજન્સીઓની સતત કાર્યવાહીથી ડરી ગયેલી પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIએ ભારત સામે એક નવું કાવતરૂં ઘડવાનું શરૂ કર્યું છે. પાકિસ્તાને કાશ્મીરના કેટલાક અલગતાવાદીઓની મદદથી ગુપ્ત રીતે એક નવું અલગતાવાદી જૂથ બનાવવાના પ્રયાસો તેજ કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઝી ન્યૂઝને મળેલી એક્સક્લુસિવ માહિતી અુસાર, પાકિસ્તાને આ નવા ગ્રુપમાં લશ્કરના આતંકવાદીઓને પણ સામેલ કર્યા છે. ISIની મદદથી બનેલા આ ગ્રુપને કાશ્મીરની સાથે-સાથે જમ્મુમાં પણ સેના અને સુરક્ષાદળો સામે મોટા પ્રદર્શનની જવાબદારી સોંપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર ઈરશાદ અહેમદ માલિકને નવા ગ્રુપના અધ્યક્ષ બનાવાયો છે, જે ભૂતકાળમાં લશ્કરનો આતંકી રહી ચૂક્યો છે. 


મોદી સરકાર 2.0: પીએમ મોદીની અધ્યક્ષતામાં નવા કેન્દ્રીય મંત્રીમંડળની પ્રથમ બેઠક આજે


અમિત શાહના ગૃહમંત્રી બન્યા પછી ગૃહમંત્રાલય સાથે જોડાયેલા સૂત્રોએ એ સ્પષ્ટ કરી દીધું છે કે, આતંક અને અલગતાવાદીઓ સામે ઝીરો ટોલેરન્સની પોલિસી સતત ચાલુ રહેશે. NIA, IT અને ED દ્વારા કાશ્મીરમાં ફેલાયેલા ભ્રષ્ટાચાર અને ટેરર ફંડિગ સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેના કારણે આતંકવાદીઓના હોશ ઉડી ગયા છે. 


ગૃહમંત્રાલય સાથે જોડાયેલા એક અધિકારીએ ઝી ન્યૂઝને જણાવ્યું કે, દિલ્હીમાં સ્થિત પાકિસ્તાન હાઈ કમીશન અગાઉ પણ અલગતાવાદી નેતાઓને મદદ કરતું રહ્યું છે. પાકિસ્તાનમાંથી થતું ટેરર ફંડિગ આતંકીઓ અને અલગતાવાદીઓ સુધી પહોંચે છે, પરંતુ ભારતની કડક કાર્યવાહીના પગલે આ ફંડિગ પહોંચતું અટકી ગયું છે. હવે, ભારતીય એજન્સીઓ આ ફંડીંગના સ્રોત શોધવાના પ્રયાસ કરી રહી છે. 


જૂઓ LIVE TV...


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...