નવી દિલ્હી: દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશથી ધરપકડ કરાયેલા આઇએસ મોડ્યૂલ્સથી પૂછપરછ બાદ NIAએ મોહમ્મદ અબસાર નામના વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એનઆઇએના અનુસાર મેરઠના નિવાસી અબસાર પહેલાથી ધરપકડ કરાયેલ એક આરોપી સાકિબની સાથે ગત વર્ષે કાશ્મીર ગયો હતો. જ્યાં તે કાશ્મીરી આતંકવાદીઓથી સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. એનઆઇએ આજે યૂપી પોલીસની મદદથી મેરઠ અને હાપુડના ત્રણ સ્થળો પર દરોડાની કાર્યવાહી પણ કરી હતી. NIA હવે સુધી આ મામલે 12 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: પાકિસ્તાનનો બદલાયો મૂડ, હવે વિદેશી એન્જિનથી ચાલશે અલ ખાલિદ ટેંક-2


જી ન્યૂજની સૌથી પહેલા આ સમાચાર જણાવ્યા હતા કે આઇએસઆઇએસ મોડ્યૂલ હરકુત ઉલ હર્બએ ઇસ્લામ કાશ્મીરી આતંકવાદીઓની મદદથી દેશ પર આતંકી હુમલો કરવાના પ્રયત્નમાં હતા. એનઆઇએના એક અધિકારીએ જણાવ્યું કે આજ જે ત્રણ જગ્યાઓ પર દરોડા પાડ્યા છે ત્યાંથી અબસારથી જોડાયેલા છે. અબસાર મેરઠનો નિવાસી છે અને હાપુડના એક મદ્રાસમાં શિક્ષક છે.


વધુમાં વાંચો: માયાવતીને પ્રધાનમંત્રી બનાવવાનો સવાલ, અખિલેશે ચતુરાઈથી આપ્યો જવાબ


દિલ્હી અને પશ્ચિમી ઉત્તર પ્રદેશથી પકડવામાં આવેલા આઇએસઆઇએસના મોડ્યૂલ્સની કરવામાં આવેલી પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. આરોપીઓએ પૂછપરછમાં જણાવ્યું કે તેઓ કાશ્મીરના આતંકી ગુટોથી તેમનો સંપર્ક બનાવવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા. ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી એક આરોપી સાકિબે ગત વર્ષ મે અને ઓગસ્ટ મહિનામાં સાઉથ કાશ્મીરની મુલાકત લીધી હતી જ્યાં તે કાશ્મીરી આતંકી ગુટોંથી મળવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. જેનાથી ભારત પર આઇએસના બેનર અંતર્ગત મોટા હુમલા કરવામાં આવી શકે.


વધુમાં વાંચો: મહાગઠબંધન અરાજકતા, ભ્રષ્ટાચાર અને રાજકીય અસ્થિરતા લાવશે: યોગી આદિત્યનાથ


એનઆઇએના એક અધિકારીના જણાવ્યા અનુસાર સાકિબે ત્રાલ, રાજોરી અને બાંદીપુરમાં જઇ આતંકી ગુટોંથી સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેનાથી આઇએસઆઇએસ ગ્રુપને આતંકી હુમલાની ટ્રેનિંગ આપી શકાય. આઇએસઆઇએસના મોડ્યૂલ કાશ્મીર આતંકીઓની મદદથી હથિયારોની પણ વ્યવસ્થા કરવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા. સાકિબે ત્રાલમાં એક મુફ્તીથી મુલાકાત કરી હતી. જેણે તેની મુલાકાત એક આતંકી સાથે કરાવી હતી. સાકિબ સાથે કરવામાં આવેલી પૂછપરછના આધાર પર એનઆઇએની ટીમે ત્રાલમાં જઇને મુફ્તીની પૂછપરછ કરી છે. જેનાથી એ જાણી શકાય કે તેણે કયા આતંકીથી સાકિબની મુલાકાત કરાવી હતી.


વધુમાં વાંચો: PM મોદીને આપી ટક્કર! ભારતના આ ચા વેચનાર દંપતિએ કરી 23 દેશ યાત્રા


પહેલી વખત હશે કે જ્યારે આઇએસના કાશ્મીર નેટવર્કની મજબૂત માહિતી મળી છે. એનઆઇએની ટીમ સાકિબની સાથે મીટિંગમાં હાજર એક બીજા શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછમાં લાગી છે. એનઆઇએમાં તપાસ સાથ જોડાયેલા એક અધિકારીના જણાવ્યા અનુસાર ધરપકડ કરવામાં આવેલા આઇએસના મુખ્ય આરોપી સોહેલ પશ્ચિમી ઉત્તર પ્રદેશના અમરોહાને આઇએસઆઇએસનો બેઝ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. માત્ર એટલું જ નહીં આ ગ્રુપ અમરોહાને હાઇડ આઉટ તરીકે ઉપયોગ કરવામાં હતા જેનાથી આતંકી હુમલા બાદ બધા આરોપીઓની તપાસ એજન્સિઓની નજરથી બચી ત્યાં છુપાવી શકાય છે.


વધુમાં વાંચો: પટેલ પહેલા PM હોત તો દેશની તસ્વીર જ અલગ હોત: મોદી


મુફ્તી સોહેલ અમરોહાને હથિયારોની સપ્લાય માટે મુખ્ય કેન્દ્ર બનાવવા ઇચ્છતો હતો. જેનાથી જ્યારે પણ હથિયારોની જરૂરીયાત ઉભી થાય તો તેની સપ્લાય એકદમ સરળતાથી અમરોહાથી કરવામાં આવી શકે. મુફ્તી સોહેલના કહેવા પર બીજા આરોપી અનસે ટેલીગ્રામ ગ્રુપ બનાવ્યું હતું. અનસ દર રોજ એક નવું ટેલીગ્રામ ગ્રુપ બનાવતો હતો અને રાત્રે તેને ડિલીટ કરી દેતો હતો. જેનાથી સુરક્ષા એજન્સિઓને તેના પર શંકા ના થાય. એટલુ જ નહીં બધા એકજ રીતે મોબાઇ ફોનનો પણ ઉપયોગ કરતા હતા અને વાત થઇ ગયા પછી તે ફોનની બેટરી કાઢી નાખતા હતા. તેમનું માનવું હતું કે આવું કરવાથી તેઓ તપાસ એજન્સિઓથી બચી શકાય છે.


વધુમાં વાંચો: અખીલ-માયાની પ્રેસ કોન્ફરન્સમાં છવાયેલો ગેસ્ટહાઉસ કાંડ શું છે ?


એનઆઇએની પૂછપરછમાં જ્યારથી કાશ્મીર નેટવર્કનો ખુલાસો થયો છે. ત્યારથી એજન્સિઓ આ મોડ્યૂલની તેમની સાથે જોડાયેલી લિંકની તપાસ વધુ ઝડપી કરી દીધી છે.

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...