શ્રીનગર: આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (ISIS)એ ભારતમાં નવી ‘શાખા’ સ્થાપિત કરવાનો દાવો કર્યો છે. આઇએસની તરફથી આ રીતની પહેલી ઘોષણા 10 મેના આતંકવાદી અને સુરક્ષા દળોની વચ્ચે થયેલી અથડામણ બાદ કરવામાં આવી છે. ખૂનખાર આંતકી સમૂહ આઇએસની સમાચાર એજન્સી ‘અમાક’ના અનુસાર નવી શાખાનું અરબી નામ ‘વિલાયાહ ઓફ હિંદુ’ (ભારતીય પ્રાંત) રાખવામાં આવ્યું છે. જમ્મૂ કાશ્મીરના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જોકે આ દાવાને નકાર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: લોકસભા ચૂંટણીઃ પશ્ચિમ બંગાળમાં હિંસા, ભાજપના કાર્યકરનો મૃતદેહ મળ્યો, બેનાં મોત


ISએ ભારતને હિંદુ પ્રાંત જાહેર કર્યો
ઇસ્લામિક ચરમપંથિઓ પર નજર રાખનાર એસઆઇટીઇ ઇન્ટેલ ગ્રુપના દિગ્દર્શક રીટા કાત્ઝએ કહ્યું કે, ‘આઇએસઆઇએસએ અમશિપુરામાં ભારતીય દળોની સાથે અથડામણનો દાવો કરતા ભારતને નવો ‘હિન્દ પ્રાંત’ જાહેર કર્યો છે.’ તેણે ટ્વીટ કરી, 'અલબત્ત, તે વિસ્તારમાં 'પ્રાંત'ની સ્થાપના કરવી જ્યાં તેના વાસ્તવિક નિયંત્રણ જેવું કંઈ કઢંગું નથી, પરંતુ તે સહેજ ન લેવું જોઈએ. આઇએસઆઇએસની શાખાનું ભૌગોલિક નિયંત્રણ પર વિસ્તારથી જાણકારી આપી નથી.


વધુમાં વાંચો: LIVE: છઠ્ઠો તબક્કો, ગૌતમ ગંભીર, વિરાટ કોહલી, સાધ્વી પ્રજ્ઞાએ આપ્યો વોટ


દુનિયામાં પ્રભાવ વધારવા ઇચ્છે છે બગદાદી
સમૂહ દ્વારા નવી શાખાની ઘોષણાને પશ્ચિમ એશિયામાં તેની જમીન ખસ્યા બાદ વૈશ્વિક સ્તર પર તેના પ્રભાવને જાળવી રાખવાની રણનીતિ તરીકે જોવામાં આવી છે. આ રીતની રણનીતિનો ઉલ્લેખ પાછલા દિવસોમાં આઇએસઆઇએસ પ્રમુખ અબૂ બક્ર અલ-બગદાદીએ કર્યો હતો.


વધુમાં વાંચો: છઠ્ઠા તબક્કામાં 59 લોકસભા સીટો પર આજે મતદાન, દિગ્ગજોના ભાગ્ય EVMમાં કેદ થશે


શોપિયામાં માર્યો ગયો હતો ISISનો આતંકી
આઇએસએ મેસેજિંગ એપ ‘ટેલીગ્રામ’ દ્વારા 10 મેના સંક્ષિપ્ત નિવેદનમાં કહ્યું હતું કે, મશીનગનોથી લેસ ઇસ્લામિક સ્ટેટને આતંકવાદી કાશ્મીરના શોપિયાં જિલ્લાના અમશિપુરા ગામમાં ભારતીય સુરક્ષા દળોની વચ્ચે અથડામણ થઇ છે. જેમાં કેટલાક માર્યા ગયા અથવા ઘાયલ થયા, જોકે, નિવેદનમાં તેનો ઉલ્લેખ ન કર્યો હતો કે આ અથડામણ ક્યારે થઇ હતી. 10 મેના મીડિયાના સમાચારોમાં કહેવામાં આવ્યું હતું કે, કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષા દળોની સાથે અથડામણમાં એક આંતકવાદી માર્યો ગયો હતો.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...