નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં ત્રણ આતંકવાદીઓ પકડાયા છે. દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે ત્રણેય આતંકવાદીઓની ધરપકડ કરી છે. ત્રણેય આતંકવાદીઓ આઇએસઆઇએસ (ISIS)ના જમ્મુ કાશ્મીર વિંગનો છે. પોલીસની તરફથી અપાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઇસ્લામિક સ્ટેટ ઓફ જમ્મુ એન્ડ કાશ્મીર (ISJK)નાં ત્રણ આતંકવાદીઓ ઝડપાઇ ગયા છે. તેમની પાસે પોલીસે હથિયાર અને હેડ ગ્રેનેડ પણ જપ્ત કર્યા છે. જણાવાઇ રહ્યું છે કે મંગળવારે દિલ્હી પોલીસ મહેકમને દિલ્હીમાં બે આતંકવાદીઓ ઘુસ્યા હોવાની માહિતી મળી હતી. જો કે સ્પષ્ટ નથી થઇ શક્યું કે ધરપકડ થયેલા આતંકવાદીઓ તે જ છે અથવા કોઇ અન્ય આતંકવાદી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસનું કહેવું છે કે આતંકવાદીઓ પાસે જપ્ત હથિયાર અને વિસ્ફોટક સામગ્રીને જોઇને અનુમાન લગાવાઇ રહ્યું છે કે તેઓ કોઇ મોટા કાવત્રાને અંજામ આપવાની ફિરાકમાં હતા. માહિતી બાદ પોલીસ દિલ્હીના ગેસ્ટ હાઉસ અને હોટલો પર નજર રાખી રહ્યા હતા. પોલીસ ખાસ કરીને તે હોટલ પર નજર રાખી હતી જ્યાં વિદેશીઓ રહે છે. 

પોલીસે ધરપકડ કરાયેલા આતંકવાદીઓની તસ્વીર જાહેર કરી છે. પોલીસે જે તસ્વીર ઇશ્યું કરી તેમાં બે શંકાસ્પદ આતંકવાદીઓ એક માઇલસ્ટોન નજીક ઉભેલા દેખાઇ રહ્યા છે જેના પર દિલ્હી 360 કિલોમીટર દુર લખેલું છે. ફિરોજપુર 9 કિલોમીટર દુર પણ લખ્યું છે.