`ઇઝરાયલમાં ફસાયેલા ભારતીયોની જલ્દી થશે સ્વદેશ વાપસી`, મીનાક્ષી લેખીએ કહ્યું- PM રાખી રહ્યાં છે સ્થિતિ પર નજર
Israel Gaza Attack- હમાસના આતંકીઓ વિરુદ્ધ ઇઝરાયલની લડાઈ ચાલી રહી છે. આતંકવાદી હુમલામાં 300થી વધુ લોકોના મોત થયા છે. ભારત સરકાર વર્તમાન સ્થિતિ પર નજર રાખી રહી છે.
નવી દિલ્હીઃ Israel Gaza Attack ઇઝરાયલમાં હમાસના આતંકીઓએ યુદ્ધ શરૂ કર્યું છે. હમાસના આતંકીઓએ શનિવારે વહેલી સવારે ઇઝરાયલ પર મોટી સંખ્યામાં રોકેટથી હુમલા કર્યાં હતા. ઇઝરાયલ તરફથી પણ વળતો પ્રહાર કરવામાં આવ્યો છે. આ સમયે ઘણા ભારતીય નાગરિક ઇઝરાયલમાં હાજર છે. જાણકારી પ્રમાણે ઇઝરાયલમાં 18 હજાર ભારતીય નાગરિક રહે છે, જેમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ છે.
પીએમ કાર્યાલય રાખી રહ્યું છે નજરઃ મીનાક્ષી લેખી
ભારત સરકાર વર્તમાન સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. ઇઝરાયલ પર હમાસના આતંકવાદીઓના હુમલા પર વિદેશ રાજ્યમંત્રી મીનાક્ષી લેખીએ કહ્યું- મને કાલે રાતથી ઘણા મેસેજ મળ્યા અને અમે કામ કરી રહ્યાં છીએ. મને તે પણ ખ્યાલ છે કે પ્રધાનમંત્રી કાર્યાલય સીધુ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. અમે સતત કામ કરી રહ્યાં છીએ.
ક્રિકેટવાળા, ફિલ્મોવાળા બધા મોજ કરે, તો પાકિસ્તાન સામે દુશ્મની કોની? 'જવાન'નો વીડિયો
ભારતીય દૂતાવાસે જારી કરી હતી એડવાઇઝરી
નોંધનીય છે કે ભારતીય દૂતાવાસે પોતાના બધા નાગરિકોને સતર્ક રહેવાની સલાહ આપી છે. પરંતુ તે ભારતીય દૂતાવાસની સાથે સતત સંપર્કમાં છે, પરંતુ સ્થિતિ તણાવપૂર્ણ હોવાને કારણે તે ડર અનુભવી રહ્યાં છે.
ઇઝરાયલમાં ફસાયેલા એક ભારતીય વિદ્યાર્થી ગોકુલ મનાવલને સમાચાર એજન્સી એેએનઆઈને જણાવ્યું- હું ખુબ ગભરાયેલો અને ડરેલો છું. એટલું સારૂ છે કે અમારી પાસે આશ્રય સ્થળ અને ઇઝરાયલી પોલીસ દળ છે. હજુ સુધી અમે સુરક્ષિત છીએ. અમે ભારતીય દૂતાવાસના સંપર્કમાં છીએ, અમારી પાસે એક મોટો ભારતીય સમુદાય છે અને અમે જોડાયેલા છીએ.
ભારતીય દૂતાવાસના સૂત્રોએ પીટીઆઈને જણાવ્યું કે તે 24 કલાક નાગરિકો માટે ઉપલબ્ધ છે અને સક્રિય રૂપથી તેનું માર્ગદર્શન કરી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube