Operation Ajay: ઈઝરાયેલ-હમાસના ઘમાસાણ વચ્ચે ભારતનું ઓપરેશન `અજય` તેજ, 235 ભારતીયો દિલ્હી પહોંચ્યા
Israel Hamas War Latest Updates: ઈઝરાયેલ અને હમાસના સંઘર્ષ વચ્ચે 212 ભારતીયોને સુરક્ષિત લાવ્યા બાદ આજે 235 ભારતીયો સુરક્ષિત રીતે ભારત આવી પહોંચ્યા. તેમણે શુક્રવારે સાંજે રાજધાની તેલ અવીવથી ઉડાણ ભરી હતી. વિદેશમંત્રી ડો.એસ જયશંકર અને ઈઝરાયેલમાં ભારતીય દૂતાવાસે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી
Israel Hamas War Latest Updates: ઈઝરાયેલ અને હમાસના સંઘર્ષ વચ્ચે 212 ભારતીયોને સુરક્ષિત લાવ્યા બાદ આજે 235 ભારતીયો સુરક્ષિત રીતે ભારત આવી પહોંચ્યા. તેમણે શુક્રવારે સાંજે રાજધાની તેલ અવીવથી ઉડાણ ભરી હતી. વિદેશમંત્રી ડો.એસ જયશંકર અને ઈઝરાયેલમાં ભારતીય દૂતાવાસે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી. દૂતાવાસે પોતાની પોસ્ટમાં જણાવ્યું કે દૂતાવાસે આજે વિશેષ ઉડાણ માટે રજિસ્ટર્ડ નાગરિકોને ઈમેઈલ કર્યો છે. અન્ય રજિસ્ટર્ડ લોકોને પછીની ઉડાણ માટે સંદેશા માકલવામાં આવશે.
હમાસે 7 ઓક્ટોબરે કર્યો હતો હુમલો
અત્રે જણાવવાનું કે ઈઝરાયેલ પર 7 ઓક્ટોબરના રોજ હમાસના આતંકીઓએ બર્બરતાપૂર્વક હુમલો કર્યો હતો અને લગભગ એક હજાર જેટલા લોકોની હત્યા કરી. ત્યારબાદથી ઈઝરાયેલે હમાસ વિરુદ્ધ યુદ્ધની જાહેરાત કરી અને હવે ગાઝાપટ્ટી પર તે તાબડતોડ હવાઈ હુમલા કરી રહ્યું છે. હમાસ પણ વચ્ચે વચ્ચે ઈઝરાયેલમાં રોકેટ વરસાવી રહ્યું છે. યુદ્ધ ભડક્યા બાદ તમામ દેશો ઈઝરાયેલથી પોતાના નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે લાગ્યા છે.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube