ચેન્નાઇ : ભારતીય અંતરિક્ષ સંશોધન  સંગઠન (ISRO)  એક નાનકડા રોકેડ વિકસીત કરી રહ્યા છે, જેની મહત્તમ વહન ક્ષમતા 500 કિલોગ્રામ છે. હાલ તેનું નામ સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (SSLV) છે. અંતરિક્ષ વિશેષજ્ઞોનું કહેવું છે ભારતને પોતાનાં નિર્માણાધિન નાના રોકેટ માટે એક નાનુ નામ રાખવું જોઇએ. જેમાં તેની ક્ષમતા સાથે દેશની સંસ્કૃતીનું પણ વર્ણન હોય. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં જ એક ભારતીય તટરક્ષક દળનાં જુથમાં એક પેટ્રોલિંગ જહાજનો સમાવેશ થયો છે, જેને વરાહ નામ આપવામાં આવ્યું છે. વરાહ નામ પુરાણોથી લેવામાં આવ્યું છે. વરાહ ભગવાન વિષ્ણુંનાં ત્રીજા અવતાર હતા. એટલા માટે ભારતનાં નિર્માણાધીન નાના રોકેટ માટે પણ એક સંક્ષીપ્ત અને ઉપયુક્ત નામ રાખવાની વાત કરવામાં આવી છે. ઇસરોનાં વરિષ્ઠ સલાહકાર અને ભારતીય ટેક્નોલોજી સંસ્થા (IIT) ખડગપુર પ્રોફેસર તપન મિશ્રાએ આ રોકેટને એક યોગ્ય નામ આપવાની રજુઆત કરી છે. 

મિશ્રાએ જણાવ્યું કે, આ યોગ્ય હશે કે તેને ઇસરોનાં નાના રોકેટનું નામ વામન રાખવામાં આવે. જેને ભગવાન વિષ્ણુના પાંચમા અવતાર તરીકે માનવામાં આવે છે. વામનનો અવતાર નાના તરીકે થયો છે. તેમણે પોતાનાં એક પગલાથી સમગ્ર પૃથ્વીને માપી લીધી હતી જ્યારે બીજા પગલામાં દેવલોક માપ્યું હતું. ત્યાર બાદ તેમણે ત્રીજુ પગલું લીધુ અને રાજા મહાબલીનાં માથા પર પગ મુક્યો હતો.

ભારતનાં ભારે લિફ્ટ રોકેટ જિયોસિંક્રોનસ સેટેલાઇટ લોન્ચિંગ વેહીકલ (જીએસએલવી માર્ક-3નો પણ ઉલ્લેખ કર્યો. જેનું ઉપનામ તેના મોટા આકાર તથા ઉચ્ચ ક્ષમતાને જોતા બાહુબલી રાખવામાં આવ્યું છે. ઇસરોનાં અધિકારીઓ જો કે 640 ટન ક્ષમતાવાળા આ ભારે ભરખમ જીએસએલવી માર્ક-3 રોકેટ ફેટ બોય કહ્યું હતું. ત્યાર બાદ મીડિયાએ તેને બાહુબલી ઉપનામ આપ્યું હતુ. આ સફળ ફિલ્મ બાહુબલીથી પ્રેરિત છે. એટલે સુધી કે યૂરોપિયન અંતરિક્ષ એજન્સી એરિયન સ્પેસ સંબંધિત રોકેટ એરિયનનું નામ પણ એક ફ્રાંસીસી પૌરાણીક ચરિત્ર અરાડન સંબંધિત છે. તેમણે ચીની અને રશિયા રોકેટ લોંગ માર્ચ અને સોયુજને પણ ત્યાંથી વિચારધારાઓ અને ઇતિહાસ સંબંધિત નામ છે.