ચંદ્રની વધુ નજીક પહોંચ્યું ચંદ્રયાન-2, ચોથી ભ્રમણકક્ષામાં કર્યો પ્રવેશ
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) દ્વારા 30 ઓગસ્નટા રોજ વધુ સફળતા મેળવવામાં આવી છે. ચંદ્રયાન-2 હવે ચંદ્રની વધુ નજીક પહોંચી ગયું છે.
નવી દિલ્હીઃ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) દ્વારા 30 ઓગસ્નટા રોજ વધુ સફળતા મેળવવામાં આવી છે. ચંદ્રયાન-2 હવે ચંદ્રની વધુ નજીક પહોંચી ગયું છે. ઈસરો દ્વારા ચંદ્રયાન-2ને ચોથી ભ્રમણકક્ષામાં પ્રવેશ કરાવામાં આવ્યો છે. એટલે કે, ચંદ્રયાન-2 હવે ચંદ્રની ચારેય તરફ 126 કિમી એપોજી (ચંદ્રથી સૌથી ઓછું અંતર) અને 164 કિમીની પેરીજી (ચંદ્રથી વધુ અંતર)માં ભ્રમણ કરશે.
હવે આગામી બે ચંદ્રયાન-2 આ જ ભ્રમણકક્ષામાં ચંદ્રની પરિક્રમા કરતું રહેશે. ત્યાર પછી 1 સપ્ટેમ્બરની સાંજે 6થી 7 કલાકની વચ્ચે ચંદ્રયાન-2ને પાંચમી કક્ષામાં પ્રવેશ કરાવાશે. એ સમયે તે ચંદ્રની ચારેય તરફ 114 કિમી એપોજી અને 128 કિમીની પેરીજીમાં પરિક્રમા કરશે.
7 સપ્ટેમ્બરના રોજ ચંદ્રયાન-2 પોતાના પૂર્વજ ચંદ્રયાન-1થી આગળ નિકળી જશે. ઉલ્લેખનીય છે કે, ચંદ્રયાન-1 ઓર્બિટર ચંદ્રની ચારેય તરફ 100 કિમીની ભ્રમણકક્ષામાં પરિક્રમા કરતું હતું. આ વખતે ચંદ્રયાન-2નું ઓર્બિટર પણ આ જ ભ્રમણકક્ષામાં પરિક્રમા કરશે, પરંતુ તેની સાથે ગયેલું વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર લેન્ડ કરશે.
ભારતના વધુ સમાચાર માટે કરો ક્લિક...