ISRO ની અંતરિક્ષમાં હરણફાળ, 36 સેટેલાઈટ સાથે સૌથી ભારે LVM3 રોકેટ લોન્ચ કર્યું
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) એ 36 વનવેબ ઈન્ટરનેટ સેટેલાઈટ્સને અંતરિક્ષમાં લોન્ચ અને પ્રક્ષેપિત કરીને ઈતિહાસ રચ્યો છે.બ્રિટિશ સ્ટાર્ટ અપ કંપની વન વેબમાં એરટેલ એટલે કે ભારતી એન્ટરપ્રાઈઝ પણ શેર હોલ્ડર છે. વનવેબ સાથે ઈસરોની બે ડીલ થઈ છે. જેમાંથી એક ગત વર્ષે થઈ હતી. આ રોકેટમાં બીજીવાર ખાનગી કંપનીના કોઈ સેટેલાઈટ લઈ જવાયા છે અને તેનો સક્સેસ રેશિયો 100 ટકા રહ્યો છે.
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) એ 36 વનવેબ ઈન્ટરનેટ સેટેલાઈટ્સને અંતરિક્ષમાં લોન્ચ અને પ્રક્ષેપિત કરીને ઈતિહાસ રચ્યો છે. ભારતના સૌથી વજનદાર રોકેટ લોન્ચ વ્હીકલ માર્ક-3 (LVM-III) થી લો અર્થ ઓર્બિટ પર લોન્ચ કરાયા. સવારે 8.30 વાગે રોકેટ લોન્ચ કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ હતી. જેને આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટામાં સતીષ ધવન અંતરિક્ષ કેન્દ્રથી લોન્ચ કરાયું.
પ્રક્ષેપણ ઈસરોના SDSC-SHAR ના બીજા લોન્ચ પેડથી સવારે 9 વાગે નિર્ધારિત કરાયું હતું. કાઉન્ટડાઉન દરમિયાન રોકેટ અને સેટેલાઈટ સિસ્ટમની તપાસ કરાઈ અને ત્યારબાદ રોકેટ માટે ઈંધણ ભરાયું. 43.5 મીટર લાંબુ અને 643 ટન વજનવાળું ભારતીય રોકેટ LVM3 શ્રીહરિકોટા સ્થિત રોકેટ પોર્ટના બીજા લોન્ચ પેડથી લોન્ચ કરાયું. 5805 કિલોગ્રામ વજનવાળું આ રોકેટ બ્રિટન સ્થિત નેટવર્ક એક્સેસ એસોસિએટેડ લિમિટેડ (વનવેબ)ના 36 સેટેલાઈટ્સને અંતરિક્ષમાં લઈ ગયું છે. તેનાથી પૃથ્વીની નીચલી કક્ષા (LEO) માં ઉપગ્રહોના સમૂહોની પહેલી પેઢી પૂરી થઈ જશે. લો અર્થ ઓર્બિટ પૃથ્વીની સૌથી નીચલી કક્ષા હોય છે.
ઘરેલુ કામ નથી આવડતું! 'સાસુ જો વહુને પરફેક્ટ થવાનું કહે તો તે ક્રુરતા ગણાય નહીં'
સોનું ખરીદવાનું વિચારતા હોવ તો સાવધાન....ગ્રાહકો સાથે આ રીતે થઈ રહી છે છેતરપિંડી!
બેડરૂમમાંથી આવતો હતો સાપના ફૂંફાડા જેવો અવાજ, સત્ય સામે આવ્યું તો મહિલા શરમથી લાલચોળ
ત્રણ ચરણોવાળું રોકેટ
LVM3 એક ત્રણ ચરણોવાળું રોકેટ છે. જેમાં પહેલો તબક્કો લિક્વિડ ઈંધણ, નક્કર ઈંધણ દ્વારા સંચાલિત બે સ્ટ્રેપ-ઓન મોટર, લિક્વિડ ઈંધણ દ્વારા સંચાલિત બીજુ અને ક્રાયોજેનિક એન્જિન હોય છે. ઈસરોના આ ભારે ભરખમ રોકેટની ક્ષમતા એએલઈઓ સુધી 10 ટન અને જિયો ટ્રાન્સફર ઓર્બિટ (જીટીઓ) સુધી ચાર ટન વજન લઈ જવાની છે. ઈસરો દ્વારા રોકેટ મિશન કોડનું નામ LVM3-M3/ વનવેબ ઈન્ડિયા-2 મિશન રાખવામાં આવ્યું છે. રોકેટ લોન્ચ થયાની બરાબર 19 મિનિટ બાદ સેટેલાઈટ્સના અલગ અલગ થવાની પ્રક્રિયા શરૂ થઈ. 36 સેટેલાઈટ્સ અલગ અલગ તબક્કામાં છૂટા પડ્યા.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube