શ્રીહરિકોટા (આંધ્ર પ્રદેશ): ઈસરોએ પીએસએલવી સી 44ને આજે શ્રીહરિકોટાના સતીષ ધવન અંતરિક્ષ કેન્દ્રથી ભારતીય સેનાના ઉપગ્રહ માઈક્રોસેટ અને વિદ્યાર્થીઓના ઉપગ્રહ કલામસેટને લઈને અંતરિક્ષમાં ઉડાણ ભરી. કલામસેટ દુનિયાનો સૌથી હળવો સેટેલાઈટ હોવાનું કહેવાય છે. ઈસરોએ જણાવ્યું કે પીએસએલવી-સી44એ સેનાના ઉપગ્રહ માઈક્રોસેટ-આરને સફળતાપૂર્વક તેની કક્ષામાં સ્થાપિત કર્યો. ઈસરોની આ સફળતા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અભિનંદન પાઠવ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ  કહ્યું કે અમે આપણા વૈજ્ઞાનિકોને એક વધુ પીએસએલવીના સફળ લોન્ચ માટે અભિનંદન પાઠવીએ છીએ. આ પ્રક્ષેપણથી કલામસેટ ઉપગ્રહને ભ્રમણ કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે જેને દેશના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ બનાવ્યો છે. આ સાથે જ ભારત વિશ્વનો પહેલો એવો દેશ બની ગયો છે જેણે રોકેટના ચોથા સ્ટેજનો અંતરિક્ષ અભિયાનમાં સફળતાપૂર્વક ઉપયોગ કર્યો છે. 


ઈસરોના 2019ના પહેલા મિશનમાં 28 કલાકના કાઉન્ટ ડાઉન બાદ રાતે 11:37 કલાકે પીએસએલવી સી44એ ઉડાણ ભરી. અત્રે જણાવવાનું કે પીએસએલવીની આ 46મી ઉડાણ છે. ઈસરોએ જણાવ્યું કે પીએસએલવી- સી44 740 કિલોગ્રામ વજનના માઈક્રોસેટ આરને પ્રક્ષેપણની લગભગ 14 મિનિટ બાદ 274 કિલોમીટર ધ્રુવીય સૂર્ય તુલ્યકાલિક કક્ષામાં સ્થાપિત કરી દીધો. 


ત્યારબાદ તે 10 સેન્ટીમીટરના આકાર અને 1.2 કિલોગ્રામવાળા કલામસેટને વધુ ઉપરની કક્ષામાં સ્થાપિત કરશે. ભારતીય ધ્રુવીય રોકેટે પીએસએલવી- સી44 વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલા કલામસેટ અને પૃશ્વીની તસવીરો લેવામાં સક્ષમ માઈક્રોસેટ-આરને લઈને ઉડાણ ભરી હતી.


દેશના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...