શ્રીહરિકોટા : ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)એ રવિવારે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં આવેલ સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી પોતાનું સેટેલાઇટ કેરિયર પોલસ સેટેલાઇટ લોન્ચ વેહિકલ (પીએસએલવી) સી 42ની સાથે બે બ્રિટિશ સેટેલાઇટ મોકલ્યા. આ બંન્ને સેટેલાઇટ પૃથ્વીની ગતિવિધિ પર નજર રાખશે. તેનાં નામ Nova SAR અને S1-4 છે. અત્રે ઉલ્લેખનીય છે કે PSLVની 44મી ઉડ્યન હતી. બ્રિટનનાં સરી સેટેલાઇટ ટેક્નોલોજી લિમિટેડનાં આ સેટેલાઇટ્સનું કુલ વજન 889 કિલોગ્રામ છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે ઉલ્લેખનીય છે કે હવે આપણો દેશ વૈશ્વિક સ્પેસ ઇન્ડસ્ટ્રીમાં 300 બિલિયન ડોલરથી વધારેની ભાગીદારી સાથે અગ્રણી દેશ બની ચુક્યો છે. ગત્ત થોડા સમયથી ઇસરો વિશ્વમાં સૌથી ઓછા ખર્ચમાં સેટેલાઇટ મોકલવાનું કામ કરી રહ્યું છે. પીએસએલવી સી-42 પહેલી ઉડ્યન રહી જે સમગ્ર રીતે વ્યાવસાયિક રીતે મોકલવામાં આવી. ગત્ત પાંચ મહિના બાદ ઇસરોએ આ પહેલો સેટેલાઇટ લોન્ચ કર્યો છે. 


ઉડ્યનનો તબક્કાવાર કાર્યક્રમ
રવિવારે 10.08 વાગ્યે આ સેટેલાઇટ શ્રીહરિકોટાથી છોડવામાં આવ્યો. પહેલો સ્ટેજ બે મિનિટ બાદ અલગ થયો અને ચોથો તબક્કાનાં 17 મિનિટ બાદ અલગ થયો. સેટેલાઇટ ઉડ્યનની 17 મિનિટ 44 સેકન્ડ બાદ અલગ થયો અને 583 કિલોમીટર દુર પોતાની કક્ષામાં સ્થાપિત થયો. 



આ લોન્ચમાં અપાયેલા બંન્ને સેટેલાઇટ બ્રિટનનાં છે. તેને ઇસરોની કોમર્શિયલ વિંગ અંતરિક્ષ કોર્પોરેશન લિમિટેડ દ્વારા મોકલવામાં આવ્યા. Nova SAR એક એસ બેન્ડ સિન્થેટિક અપર્ચર રેડાર છે. જે ફોરેસ્ટ મૈપિંગ, પુર અને કુદરતી આફતનું મોનિટરિંગ કરશે. S14 એક હાઇ રિઝોલ્યુશન ઓપ્ટિકલ અર્થ ઓબ્જર્વર સેટેલાઇટ છે, જે સ્ત્રોતોના સર્વે પર્યાવરણ મોનિટરિંગ, અર્બન મોનિટરિંગ અને ડિઝાસ્ટર મોનિટરિંગનું કામ કરશે. 

ભવિષ્યમાં સારી કમાણીનું લક્ષ્યાંક
આ લોન્ચથી ઇસરોની વ્યાવસાયિક વિંગ અંતરિક્ષને આશા છે કે ભવિષ્યમાં પણ લોન્ચનાં મોટા ઓર્ડર મળશે અને ઇસરોને તેના થકી ઘણી સારી કમાણી થશે. એપ્રીલ 2015થી માર્ચ 2018 સુધી ઇસરોએ કુલ 5600 કરોડ રૂપિયાની કમાણી કરી છે, જેમાં 10થી 20 ટકા કમાણી સેટેલાઇટ લોન્ચ થકી જ્યારે અન્ય કમાણી બાજા માધ્યમોથી થઇ છે. 


(તસ્વીર ઇસરોનાં ટ્વીટર પરથી)

હાલ ઇસરો પાસે 84 ક્લાઇન્ટ્સ છે જે આ કમ્યુનિકેશન સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યા છે. જેમાં રિલાયન્સ અને સન ટીવી નેટવર્ક જેવા મોટા જુથોનો પણ સમાવેશ થાય છે. ગત્ત ત્રણ વર્ષમાં તેને કુલ 99 સેટેલાઇટ મોકલ્યા છે. જેમાં 69 વિદેશી છે. હાલમાં જ ઇસરોનાં ચેરમેન સિવને કહ્યું હતું કે, ઇસરો નજીકના ભવિષ્યમાં અંતરિક્ષ માટે અને પીએસએલવી લોન્ચ કરશે .