VIDEO: ઇસરોએ સફળતાપૂર્વક લોન્ચ કર્યો સંચાર ઉપગ્રહ જીસેટ-29, જાણો શું છે ખાસ
આ ઉપગ્રહને બુધાવેર સાંજે 5 કલાક અને 8 મિનિટે શ્રીહરિકોટાના સતીષ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યો હતો.
નવી દિલ્હીઃ અંતરિક્ષમાં સતત નવી સિદ્ધિઓ હાસિલ કરી રહેલા ભારતીય ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઈસરો) સાથે બુધવારે વધુ એક સિદ્ધિ જોડાઈ ગઈ છે. ઈસરોએ બુધવારે સંચાર ઉપગ્રહ જીસેટ-29 લોન્ચ કર્યો. આ ઉપગ્રહને બુધવારે સાંજે 5 કલાક અને 8 મિનિટે શ્રીહરિકોટાના સતીષ ધવન સ્પેસ સેન્ટર પરથી લોન્ચ કરવામાં આવ્યો હતો. આ સંચાર ઉપગ્રહ જીસેટ-29ને લોન્ચ કરવા માટે જીએસએલવી-એમકે 3 રોકેટનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. આ વર્ષે ઈસરોનું પાંચમું લોન્ચિંગ છે. આ લોન્ચિંગ જમ્મૂ અને કાશ્મીરની સાથે ઉત્તર પૂર્વના રાજ્યો માટે મહત્વપૂર્ણ છે.
જમ્મૂ-કાશ્મીર અને ઉત્તર પૂર્વી રાજ્યોમાં સારી થશે સંચારની સુવિયા
આ એક હાઈથ્રોપુટ સંચાર ઉપગ્રહ છે. તેને જમ્મૂ-કાશ્મીર અને ઉત્તર-પૂર્વીય રાજ્યો માટે ઘણો મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કહેવામાં આવી રહ્યું છે કે, તેનાથી આ રાજ્યોમાં સંચારની સુવિધાઓ સારી થશે અને તેનાથી ઈન્ટરનેટની ઝડપ પણ વધી શકે છે.