નવી દિલ્હી: ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) એ આ વર્ષના પોતાના પહેલા મિશન હેઠળ આજે સેટેલાઈટ લોન્ચ કર્યો. આજે સવારે 5.59 વાગે મિશન પોલર સેટેલાઈટ લોન્ચ વ્હીકલને PSLV-C52 ને સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ ઈસરોએ આજે સવારે  PSLV-C52 મિશન હેઠળ 3 સેટેલાઈટ લોન્ચ કર્યા છે. જેમાંથી એક EOS-04 રડાર ઈમેજિંગ છે. જેને કૃષિ, વાનિકી, અને વૃક્ષારોપણ, માટીના ભેજ અને જળ વિજ્ઞાન તથા પૂર અને હવામાનની સ્થિતિઓ સંબંધિત હાઈ રિઝોલ્યૂશન ફોટા મોકલવા માટે ડિઝાઈન કરાયો છે. 


PSLV-C52 દ્વારા ધરતીનો પર્યવેક્ષણ ઉપગ્રહ (EOS)- 04 અંતરિક્ષમાં મોકલવામાં આવ્યો છે. અત્રે જણાવવાનું કે ઈસરોએ જાણકારી આપી હતી કે તે સોમવારે પોતાની યૂટ્યુબ ચેનલ પર PSLV-C52 સેટેલાઈટના લોન્ચિંગનું સીધુ પ્રસારણ કરશે. આ સાથે જ તેનું લાઈવ સ્ટ્રિમિંગ સોમવારે સવારે 5.30 વાગ્યાથી શરૂ થશે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube