નવી દિલ્હી: હવે તમે ક્રિકેટ સ્ટેડિયમમાં ચોક્કા અને છગ્ગાની જેમ જ ઇસરોનાં રોકેટ લોન્ચિંગનો પણ આનંદ ઉઠાવી શકશો. ઇસરએ પોતાના શાનદાર રોકેટ લોન્ચિંગ અભિયાનને પણ જનતા જાહેર રીતે દેખાડવાનો નિર્ણય લીધો છે. જેના હેઠળ લોકો  આંધ્રપ્રદેશનાં શ્રીહરિકોટામાં આવેલ સતીષ ધવન સ્પેસ સેન્ટરથી અનેક માળ ઉંચા અને ભારે ભરકમ રોકેટનું લોન્ચિંગને જોઇ શકશો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુણેમાં ચાલતું હતું મેટ્રોનું ખોદકામ, એન્જીનિયરોને જમીન નીચે દેખાયો અદ્ભુત નજારો

સોમવારે ઇસરોની તરફથી PSLV-C45 લોન્ચ કરવામાં આવશે જેમાં ડીઆરડીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ EMISATને લઇ જશે. આ અંતરિક્ષમાં ભારતના સર્વેલન્સને મજબુત કરશે. ઉપરાંત 28 વિદેશી સેટેલાઇટ્સને પણ ઇસરો દ્વારા લોન્ચ કરવામાં આવશે. ઇસરોનાં આ રોકેટને સામાન્ય જનતાની હાજરીમાં લોન્ચ કરવામાં આવશે. 


કોર્ટે કહ્યું ભરણપોષણ ચુકવો, પતિએ કહ્યું રાહુલનાં 72000 માંથી ચુકવી દઇશ !

ઇસરો સામાન્ય નાગરિકોના રોકેટ લોન્ચિંગ અને સ્પેસ એક્ટિવિટિઝ દેખાડવા માટે સ્ટેડિયમ જેવી ગેલેરી તૈયાર કરાવી છે. જેમાં 5 હજાર જેટલા લોકો બેસી શકે છે. આ ગેલેરીની સામે બે લોન્ચપેડ હસે અને અહીંથી બેસીને લોન્ચિંગનો નજારો સ્પષ્ટ રીતે જોઇ શકાશે.