બેંગ્લુરુ: આત્મનિર્ભર ભારત માટે આજનો દિવસ ઐતિહાસિક  છે. અંતરિક્ષમાં પણ જય હિન્દ ગૂંજશે. ઈસરોનું પોલર સેટેલાઈટ લોન્ચ વ્હીકલ આ વખતે પોતાની સાથે સેટેલાઈટ ઉપરાંત ભગવદ ગીતાની એક ઈલેક્ટ્રોનિક કોપી લઈને ઉડાણ ભરી ચૂક્યું છે. એક નેનો સેટેલાઈટ પર PM નરેન્દ્ર મોદીની તસવીર પણ લાગેલી છે. સવારે 10:24 વાગે શ્રી હરિકોટાથી PSLV-C51/Amazonia-1 નું લોન્ચિંગ થયું.  ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) નું 2021માં આ પહેલું લોન્ચિંગ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસવીર
ઈસરો (ISRO) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પીએસએલવી-સી51 પીએસએલવીનો 53મું મિશન છે. આ રોકેટ દ્વારા બ્રાઝિલના અમેઝોનિયા-1 ઉપગ્રહ સાથે 18 અન્ય ઉપગ્રહ પણ અંતરિક્ષમાં મોકલવામાં આવશે. આ રોકેટને ચેન્નાઈથી લગભગ 100 કિલોમીટર દૂર શ્રીહરિકોટાથી લોન્ચ કરાશે. આ ઉપગ્રહોમાં ચેન્નાઈની સ્પેસ કિડ્સ ઈન્ડિયાના સતીષ ધવન એસએટી સામેલ છે. આ અંતરિક્ષ યાનના શીર્ષ પેનલ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ની તસવીર કોતરાઈ છે. આ ઉપરાંત ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના ચેરપર્સન ડોક્ટર કે સિવન અને વૈજ્ઞાનિક સચિવ ડોક્ટર આર ઉમામહેશ્વરનના નામ નીચેની પેનલ પર લખવામાં આવ્યું છે. એસકેઆઈએ કહ્યું કે "આ તેમની (પ્રધાનમંત્રીની) આત્મનિર્ભર પહેલ અને અંતરિક્ષ ખાનગીકરણ માટે એકજૂથતા અને આભાર વ્યક્ત કરવા માટે છે."


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube