નવી દિલ્હીઃ સ્વતંત્રતા દિવસના અવસરે દેશને લાલ કિલાથી સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે 2022 પહેલા ભારતની કોઈ દિકરો કે દીકરી અંતરિક્ષમાં સ્વદેશી ગગનયાનથી પહોંચશે. વડાપ્રધાનના આ જાહેરાતનું ઈસરોએ સ્વાગત કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બુધવારે બપોરે મીડિયા સાથે વાત કરતા ઈસરોના ચેરમેન કે. શિવને કહ્યું કે, વડાપ્રધાને ગગનયાન માનવસહિત સ્પેસપ્રોગ્રામની જાહેરાત કરી છે, આ અમારા માટે ખુશીની વાત છે. દેશ માટે આ એક મોટી ભેટ હશે. તેમણે કહ્યું કે, આ પ્રોજેક્ટના માધ્યમથી યુવાનો પ્રોત્સાહિત થશે, તો ઘણા ઓર્ગેનાઇઝેશન, શાળા અને અન્ય લોકોને તેમાં સાથે જોડવામાં આવશે. 


ઈસરોના ચેરમેન કે. શિવને કહ્યું કે, આ પ્રકારના મિશન માટે વધુમાં વધુ ટેકનિક R&D ફંડમાંથી બને છે. અમને તેના માટે આશરે 10 હજાર કરોડ રૂપિયાના ફંડની જરૂર પડશે. 


તેમણે કહ્યું કે, અમને નથી ખ્યાલ કે મિશનને કોન ચલાવશે. તેના પર અમારે કામ કરવું પડશે, બે મહિનામાં તેનો પ્રથમ પ્રોજેક્ટ રીપોર્ટ સોંપી દેવામાં આવશે. તેમણે કહ્યું કે, વડાપ્રધાનની આ જાહેરાતથી અમે બધા ચોંકી ગયા પરંતુ ઈસરો માટે આ સારી વાત છે. 


ઈસરોના ચેરમેને કહ્યું કે, આ પ્રોજેક્ટ પર દરેક ભારતીયનો ગર્વ કરવો જોઈએ. તેમણે કહ્યું કે, દરેક મને તે પૂછી રહ્યાં છે કે શું આપણે તેને 2022 સુધી પૂર્ણ કરી શકશું. હું કહેવા ઈચ્છીશ કે આ એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે, તેવામાં તેના માટે કોઈ નવી ટેકનિક પર કામ કરવું પડશે. 


તેમણે કહ્યું, અમે તેના માટે બજેટ નાનુ રાખશું. તેના માટે સારા આંતરમાળતા અને સુવિધાઓની જરૂર પડશે. તેમણે કહ્યું કે, કોઇ માનવસહિત પ્રોજેક્ટ પહેલા અમે માનવરહિત પ્રોજેક્ટ પર કામ કરશું. તેમણે કહ્યું કે, આ મિશન પર કોણ જશે તે નક્કી નથી, પરંતુ લિંગના હિસાબથી કોઇ ભેદભાવ નહીં થાય.