ભારતીય અંતરિક્ષ એજન્સી ઈસરો દ્વારા સૂર્ય પર રિસર્ચ કરવા માટે મોકલવામાં આવેલું આદિત્ય એલ1 હવે પૃથ્વીની કક્ષામાંથી બહાર નીકળી ગયું છે. આદિત્ય એલ1 હવે પોતાની યાત્રાના અંતિમ પડાવ માટે નીકળી ચૂક્યું છે. જે પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટરના અંતરે છે. એટલે કે આદિત્ય એલ1 સોમવાર-મંગળવારની મધરાતે લગભગ 2 વાગે નિર્ધારિત પ્રક્રિયા હેઠળ ધરતીના ગુરુત્વાકર્ષણના પ્રભાવથી આગળ નીકળી ગયું અને પછી પૃથ્વી સૂર્ય પ્રણાલીમાં લેગ્રેન્જ પોઈન્ટ 1 પર પહોંચવા માટે પોતાની ચાર મહિનાની યાત્રા શરૂ કરી દીધી છે. આ જાણકારી ઈસરોએ ટ્વીટ કરીને આપી છે. 


અત્રે જણાવવાનું કે આ લેગ્રેન્જ પોઈન્ટ પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર દૂર છે. અંતરિક્ષ યાન આદિત્ય એલ1એ પૃથ્વી તરફની ચાર ગતિવિધિઓને સફળતાપૂર્વક પૂરી કરી છે. એકવાર જ્યારે આદિત્ય એલ1 લેગ્રેન્જ પોઈન્ટ પર પહોંચી જશે ત્યારે તે એક પ્રભામંડળ કક્ષામાં પ્રવેશ કરશે અને પોતાના મિશનના સમયગાળા દરમિયાન તે ત્યાં રહેશે. લેગ્રેન્જ પોઈન્ટ જેનું નામ પ્રસિદ્ધ ઈટાલિયન-ફ્રાન્સિસ ગણિતશાસ્ત્રી જોસેફ લઈ લેગ્રેન્જના નામ પર રખાયું છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube