નવી દિલ્હી: ઇન્ડીય સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) હવે 3 અર્થ ઓબ્ઝર્વેશન અથવા સર્વિલન્સ સેટેલાઇટ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યો છે. તેમાંથી એક 25 નવેમ્બરે લોન્ચ કરવામાં આવશે, જ્યારે બે ડિસેમ્બરમાં લોન્ચ કરવામાં આવશે. સેટેલાઇટ બોર્ડર સિક્યોરિટી માટે ખૂબ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યો છે. જાણકારોનું કહેવું છે કે સીમા સુરક્ષા માટે સેટેલાઇટ અંતરિક્ષમાં ભારતની આંખનું કામ કરશે. આ ઉપરાંત પીએસએલવી ત્રણ પ્રાઇમરી સેટેલાઇટ, બે ડઝન વિદેશી નેનો અને માઇક્રો સેટેલાઇટ પણ લઇને આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએસએલવી સી-47 રોકેટને શ્રીહરિકોટાથી 25 નવેમ્બરના રોજ 9 વાગ્યાને 28 મિનિત પર લોન્ચ કરવામાં આવશે. આ પીએસએલવી પોતાની સાથે થર્ડ ઇમેજિંગ સેટેલાઇટ કોર્ટોસેટ-3 અને અમેરિકાના 13 કોમર્શિયલ સેટેલાઇટ લઇને આવશે. ઇસરોનું કહેવું છે કે 13 અમેરિકી નેનોસેટેલાઇટ લોન્ચ કરવાની ડીલ પહેલાં જ બનાવવામાં આવી વ્યવસાયિક શાખા ન્યૂ ઇન્ડીયા લિમિટેડે કરી હતી. કાર્ટસેટ-3ને 509 કિલોમીટર ઓર્બિટમાં સ્થાપિત કરવામાં આવશે. 


ત્યારબાદ ઇસરો બે બીજા સર્વિલેન્સ સેટેલાઇટ લોન્ચ કરશે. રીસેટ-2બીઆર1 અને રીસેટ2બીઆર2. તેને પીએસએલવીસી48 અને સી49 ની મદદથી ડિસેમ્બરમાં શ્રીહરિકોતા પાસેથી લોન્ચ કરવાનો છે. આ પહેલાં એજન્સીએ 22 મેના રોજ રીસેટ-2બી  અને 1 એપ્રિલના રોજ ઇએમઆઇસેટ (શત્રુના રડાર પર નજર રાખવા માટે બનાવી ગઇ સેટેલાઇટ) લોન્ચ કરવામાં આવી હતી. તે દરમિયાન ચંદ્વયાન-2 મિશનના લીધે ઓપરેશન સેટેલાઇટના લોન્ચિંગમાં આટલો સમય લાગ્યો હતો. ઇસરોના ઇતિહાસમાં આવું પહેલીવાર બન્યું હશે જ્યારે શ્રીહરિકોટા પાસેથી વર્ષમાં થયેલા બધા સેટેલાઇટ લોન્ચ સૈન્ય ઉદ્દેશ્યથી કરવામાં આવ્યા છે.  


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube