ISRO ની વધુ એક મોટી સિદ્ધિ! એક સાથે લોન્ચ કર્યા 9 સેટેલાઈટ, ભૂટાનનો સેટેલાઈટ પણ અંતરિક્ષમાં મોકલ્યો
ISRO to launch PSLV-C54: ભૂટાનસેટ (BhutanSat aka INS-2B). ભૂતાનસેટ એટલે કે ભારત-ભૂતાનનો સંયુક્ત ઉપગ્રહ છે, જે એક ટેક્નોલોજી ડિમોન્સટ્રેટર છે. તે એક નેનો સેટેલાઇટ છે. ભારતે તેના માટે ભૂતાનને ટેક્નોલોજી ટ્રાન્સફર કરી છે.
ISRO to launch PSLV-C54 today: ISRO એ આજે એટલે કે 26 નવેમ્બર 2022 ના રોજ સવારે 11.56 વાગ્યે શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરના લોન્ચ પેડ પરથી OceanSat-3 (OceanSat) ઉપગ્રહ લોન્ચ કર્યો. PSLV-XL રોકેટ વડે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ સાથે ભૂટાન માટે ખાસ રિમોટ સેન્સિંગ સેટેલાઇટ સહિત આઠ નેનો સેટેલાઇટ પણ લોન્ચ કરવામાં આવ્યા હતા.
ભૂટાનસેટ (BhutanSat aka INS-2B). ભૂતાનસેટ એટલે કે ભારત-ભૂતાનનો સંયુક્ત ઉપગ્રહ છે, જે એક ટેક્નોલોજી ડિમોન્સટ્રેટર છે. તે એક નેનો સેટેલાઇટ છે. ભારતે તેના માટે ભૂતાનને ટેક્નોલોજી ટ્રાન્સફર કરી છે. ભૂતાનસેટમાં રિમોટ સેન્સિંગ કેમેરા છે. એટલે કે આ સેટેલાઈટ જમીનની માહિતી આપશે. રેલવે ટ્રેક બનાવવા, પુલ બનાવવા જેવા વિકાસના કામોમાં મદદ કરશે. તેમાં મલ્ટીસ્પેક્ટ્રલ કેમેરા પણ છે. એટલે કે સામાન્ય ફોટોગ્રાફ્સની સાથે સાથે અલગ-અલગ પ્રકાશ તરંગોના આધારે ફોટોગ્રાફ્સ પણ જોવા મળશે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube