ISRO આજે ફરી રચશે ઇતિહાસ, પ્રાપ્ત કરશે આ મોટી સફળતા
અંતરિક્ષની દુનિયામાં ઘણી સફળતા ઝંડા લગાવી ચૂકેલા ઇસરો (ISRO) માટે આજે વધુ એક મહત્વપૂર્ણ દિવસ છે. જેનું કાઉન્ટડાઉન હજુ પણ ચાલુ છે. ઇસરો આજે ફરી અંતરિક્ષમાં પોતાનો પરચમ લહેરાવશે
નવી દિલ્હી: અંતરિક્ષની દુનિયામાં ઘણી સફળતા ઝંડા લગાવી ચૂકેલા ઇસરો (ISRO) માટે આજે વધુ એક મહત્વપૂર્ણ દિવસ છે. જેનું કાઉન્ટડાઉન હજુ પણ ચાલુ છે. ઇસરો આજે ફરી અંતરિક્ષમાં પોતાનો પરચમ લહેરાવશે. આજે બપોરે 3 વાગ્યાને 2 મિનિટ પર ઇસરોના યાન PSLV-C49 ને 10 ઉપગ્રહો (Satellites)સાથે લોન્ચ કરવામાં આવશે.
આજે જે ઉપગ્રહોનું લોન્ચિંગ છે તેમાં ભારતનો એક અને 9 આંતરરાષ્ટ્રીય વિદેશી ઉપગ્રહ છે. તેમાં ભારતનો EOS-01 (અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ) લિથુઆનિયાના એક ટેક્નોલોજી ડેમસ્ટ્રેટર, લલ્સમબર્ગના ચાર મેરીટાઇમ એપ્લિકેશન સેટેલાઇટ અને અમેરિકાના ચાર લેમુર મલ્ટી મિશન રિમોટ સેંસિંગ સેટેલાઇટને લોન્ચ કરવામાં આવશે.
શુક્રવારે શરૂ થયું કાઉન્ટ ડાઉન
તમામ ઉપગ્રહોને લોન્ચ કરવાનું કાઉન્ટ ડાઉન શુક્રવારે બપોરે શરૂ થયું. તેના 26 કલાક બાદ એટલે કે શનિવારે સાંજે 3 વાગ્યાને 2 મિનિટ પર એકસાથે તમામ સેટેલાઇટને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. આજે લોન્ચ થનાર એકમાત્ર ભારતીય સેટેલાઇટ દેશ માટે ખૂબ મહત્વપૂર્ણ છે.
બોર્ડર પર દેખરેખની સમક્ષા વધશે
ISRO ના વૈજ્ઞાનિક આર સી કપૂરે કહ્યું કે EOS-01 અર્થ ઓબ્ઝરવેશન રિસેટ સેટેલાઇટનું જ એક એડવાસ્ડ સીરીઝ છે. તેમાં સિંથેટિક અપર્ચર રડાર લગાવવામાં આવ્યું છે. જે કોઇપણ સમય અને કોઇપણ સિઝનમાં પૃથ્વી પર નજર રાખી શકે છે. આ સેટેલાઇટની સૌથી મોટી ખાસિયત એ છે કે તેનાથી વાદળો વચ્ચે પણ પૃથ્વી જોઇ શકાય છે અને સ્પષ્ટ તસવીરો ખેંચી શકાય છે. દેશની સુરક્ષા માટે પણ આ સેટેલાઇટ ખૂબ ખાસ છે. તેનાથી દેશની સીમાઓની દેખરેખ સંભવ થશે. સાથે જ ખેતી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે પણ તેનો ઉપયોગ કરી શકાય છે.
આ વર્ષે ઇસરોની પહેલી લોન્ચિંગ
આજની લોન્ચિંગની આ વર્ષેની પહેલી લોન્ચિંગ છે. ત્યારબાદ આગામી મહિને ડિસેમ્બરમાં ઇસરો GSAT-12R કોમ્યુનિકેશન સેટેલાઇટ લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે. જેને PSLV-C50 રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવશે. કુલ મળીને આજનો દિવસ ઇસરોની ગૌરવશાળી પરંપરામાં આગળ વધારવા તરફ એક પગલું છે. ઘણા સફળ મિશનને સફળતાપૂર્વક પુરા કરનાર વૈજ્ઞાનિકો પર દેશને ગર્વ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube