નન રેપ કેસ: સાક્ષી ફાધરની હત્યા, પરિવારે લગાવ્યા હત્યાનાં આરોપો
ફાધરના શબ પર ઇજાનાં કોઇ જ નિશાન નથી પરંતુ તેઓને ઉલ્ટીએ થતી જોવા મળી હતી
જાલંધર : કેરળ નન રેપમાં મહત્વનાં સાક્ષી અને આરોપી બિશપ ફ્રેંકો મુલક્કલની વિરુદ્ધ નિવેદન આપનારા ફાધર કુરિયાકોસની શંકાસ્પદ પરિસ્થિતીઓનાં મોત થઇ ચુક્યા છે. હવે રેપ પીડિતાનાં ભાઇએ આરોપ લગાવ્યો છે કે આ એક સુનિયોજીત હત્યા છે. તેમણે એમ પણ કહ્યું કે, કુરિયાકોસે પહેલા પણ કહ્યું હતું કે તેમને જેવનું જોખમ છે.
રેપ પીડિતા નનના ભાઇએ કહ્યું, મને લાગે છે કે આ એક સુનિયોજીત હત્યા છે. ફાધર કુરિયાકોસે કહ્યું હતું કે તેમના જીવને જોખમ છે. તેમના મોતનાં મુદ્દે તપાસ કરવામાં આવવી જોઇએ અને તમામ સાક્ષીઓને પોલીસ સુરક્ષા આપવામાં આવવી જોઇએ.
બીજી તરફ ફાધર કુરિયાકોસે ભાઇએ પંજાબ પોલીસ પર પણ આશંકા વ્યક્ત કરતા કહ્યું કે, અમને પંજાબ પોલીસ પર જરા પણ વિશ્વાસ નથી. અમે તેનાં શબને અલપ્પુજા લઇ જઇને અંતિમ સંસ્કાર કરવા માંગીએ છીએ. જો તેઓ અમને જણાવ્યા વગર પોસ્ટમોર્ટ કરવા માંગે છે, તો આ વાતની શું ગેરેન્ટી છે કે આ પણ કોઇ ગોટાળા વગર કરવામાં આવશે ?
અત્રે ઉલ્લેખનીય છે કે, રેપ કેસમાં મહત્વનાં સાક્ષી રહેલા કુરિયાકોસનું શબ સોમવારે જાલંધરના દાસુઆ ખાતે સેંટ મેરી ચર્ચમાં મળી આવ્યું હતું. મીડિયા રિપોર્ટસ અનુસાર તેમને ઘણા દિવસોથી ધમકી મળી રહી હતી. અને થોડા દિવસો પહેલા તેમની કાર પર પણ હૂમલો થયો હતો. હાલ હજી સુધી તે સ્પષ્ટ નથી કે આ હત્યા કે આત્મહત્યાનો કેસ છે.
દાસુઆનાં ડીએસપી એઆર શર્માએ કહ્યું કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતના કારણનો ખુલાસો નથી થયો. તેમણે આગળ કહ્યું કે, તેઓ સેંટ પોલ ચર્ચમાં રહે છે જ્યાં તેઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેની ઉંમર 62 વર્ષ હતી. જો કે તેનાં શબપર ઇજાના કોઇ જ નિશાન નથી. એવું જાણવા મળી રહ્યું છે કે તેમને બેડ પર ઉલ્ટીઓ થઇ હતી. તેઓ બ્લડપ્રેશરની ટેબલેટ પણ મળી છે. આ મુદ્દાની તપાસ ચાલી રહી છે, અમારી માહિતીમાં તેમને કોઇ સુરક્ષા નહોતી આપવામાં આવી.