દેશ Twitter ના ભરોસે ન ચાલી શકે, કાયદો તો માનવો પડશે, વિવાદ પર કાયદામંત્રીની પ્રથમ પ્રતિક્રિયા
કેન્દ્રીય કાયદા મંત્રાલય રવિશંકર પ્રસાદે Zee News ના પ્રાઇમ ટાઇમ શો DNA માં સુધીર ચૌધરી સાથે વાત કરતા કહ્યુ કે, દેશ ટ્વિટરના ભરોસે ન ચાલે. ટ્વિટર હોય કે કોઈ અન્ય કંપની કાયદાનું પાલન તો કરવું પડશે.
નવી દિલ્હીઃ માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર પર દેશમાં પ્રથમવાર FIR દાખલ કરવામાં આવી છે. હકીકતમાં હાલમાં ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી એક મુસ્લિમ વૃદ્ધને માર મારવાનો વીડિયો વાયરલ થયો હતો. જણાવવામાં આવ્યું કે, જય શ્રીરામનો નારો ન લગાવવાને કારણે તેમને મારવામાં આવ્યા. તેમની દાઢી કાપવામાં આવી. પરંતુ હવે ગાઝિયાબાદ પોલીસે આ ઘટનાની તપાસ કરી તો સામે આવ્યું કે, વીડિયો ફેક છે. પોલીસે કહ્યું કે, આ સાંપ્રદાયિક વિવાદ નથી, પરંતુ બે પરિવારો વચ્ચે વિવાદ સાથે જોડાયેલો મામલો છે.
આ વિવાદ પર શું બોલ્યા કાયદા મંત્રી
આ વિવાદને સાંપ્રદાયિક રૂપ આપવાના આરોપમાં ગાઝિયાબાદ પોલીસે ટ્વિટર વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરી છે. આ વિવાદ પર સરકાર તરફથી પ્રથમ નિવેદન સામે આવ્યું છે. કેન્દ્રીય કાયદા મંત્રાલય રવિશંકર પ્રસાદે Zee News ના પ્રાઇમ ટાઇમ શો DNA માં સુધીર ચૌધરી સાથે વાત કરતા કહ્યુ કે, દેશ ટ્વિટરના ભરોસે ન ચાલે. ટ્વિટર હોય કે કોઈ અન્ય કંપની કાયદાનું પાલન તો કરવું પડશે. તેમણે કહ્યું કે, વિદેશી કંપનીઓ ભારતમાં બિઝનેસ કરવા માટે આઝાદ છે પરંતુ દેશના કાયદાનું પાલન તો તેણે કરવું પડશે.
આ પણ વાંચોઃ Corona સંક્રમિત વયસ્કોને અપાતી દવા શું બાળકોને આપી શકાય? જાણો નવી ગાઇડલાઇન
ટ્વિટરે ગુમાવ્યું આ સ્ટેટસ
મહત્વનું છે કે ભારતમાં પ્રથમવાર છે જ્યારે આ પ્રકારના કોઈ મામલામાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મને સીધે-સીધુ આરોપી બનાવવામાં આવ્યું છે અને તેના પર FIR દાખલ કરવામાં આવી છે. એટલે કે એક ફેક ન્યૂઝને કારણે ટ્વિટરે પોતાનું ઇન્ટરમીડિયરી સ્ટેટસને ગુમાવી દીધુ છે. એટલે કે હવે ટ્વિટર પોતાના પ્લેટફોર્મ કરવામાં આવેલી પોસ્ટ માટે જવાબદાર હશે.
ટ્વિટરે ન માની ગાઇડલાઇન
કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યુ કે, મામલામાં સીધી વાત એ છે કે અમે 25 ફેબ્રુઆરી 2021ના નવી ગાઇડલાઇન બનાવી. આ ગાઇડલાઇન એકાએક બનાવવામાં આવી નથી. ઘણીા સેસ સ્ટડીને ધ્યાનમાં રાખવા અને ફેક ન્યૂઝ પર બધા પાર્ટીઓની માંગને ધ્યાનમાં રાખતા ગાઇડલાઇન બનાવી છે. એટલું જ નહીં સંસદમાં તેના પર બે વાર ચર્ચા પણ થઈ. ત્રણ-ચાર વર્ષની વ્યાપક ચર્ચા બાદ આ ગાઇડલાઇન બનાવવામાં આવી. તેમણે કહ્યું કે, હું આજે સ્પષ્ટ કરી દેવા માંગુ છું કે ટ્વિટર, ફેસબુક કે પછી વોટ્સએપ કોઈપણ કંપની હોય તેણે કાયદો માનવો પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube