પત્રકારો, એક્ટિવિસ્ટોની જાસૂસીઃ આઈટી મિનિસ્ટ્રીએ વોટ્સએપ પાસે માગ્યો જવાબ
નવી દિલ્હીઃ જાસૂસીના મામલામાં કેન્દ્ર સરકારે વોટ્સએપ પાસે જવાબ માગ્યો છે. સૂચના અને ટેક્નોલોજી મંત્રાલયે 4 નવેમ્બર સુધી વોટ્સએપને પોતાનો જવાબ આપવાનું કહ્યું છે. કેન્દ્ર સરકારે આ જવાબ ત્યારે માગ્યો છે, જ્યારે વોટ્સએપે સ્વીકાર્યું કે, સ્પાઈવેયર પીગાસસ ભારતમાં પણ એક્ટિવ હતો અને ત્યાંના લોકોની જાસૂસી કરી રહ્યો હતો.
સૂચની ટેક્નોલોજી મંત્રાલયે વોટ્સએપ પાસે 4 નવેમ્બર સુધી વિસ્તૃત જવાબ માગ્યો છે. ગુરૂવારે ફેસબુકની માલિકી વાળા વોટ્સએપે કહ્યું કે, ઇઝરાયલી સ્પાઈવેયર પીગાસસ ભારતીય પત્રકાર અને માનવાધિકાર કાર્યકર્તાઓની જાસૂસી કરી રહ્યો હતો.
શું છે મામલો
ફેસબુકની માલિકીહક વાળી કંપની વોટ્સએપે ગુરૂવારે ખુલાસો કર્યો કે, એક ઇઝરાયલી સ્પાઈવેયરના માધ્યમથી વિશ્વભરમાં ઘણા વોટ્સએપ યૂઝરોની જાસૂસી કરવામાં આવી. કેટલાક ભારતીય પત્રકાર અને સામાજીક કાર્યકત્રા પણ આ જાસૂસીનો શિકાબ ન્યા છે. પરંતુ, વોટ્સએપે તે જણાવ્યું નથી કે કેટલા ભારતીયોની જાસૂસી કરવામાં આવી છે. વોટ્સએપે કહ્યું કે, ઇઝરાયલી સ્પાઇવેયર 'પેગાસસ'ના માધ્યમથી હેકરોએ જાસૂસી માટે આશરે 1400 લોકોના ફોન હેક કર્યાં છે. ચાર મહાદ્વીપોના વોટ્સએપ યૂઝર આ જાસૂસીનો શિકાર બન્યા છે. તેમાં રાજદ્વારી, રાજકીય વિરોધી, પત્રકાર અને વરિષ્ઠ સરકારી અધિકારી સામેલ છે. પરંતુ વોટ્સએપે તે ખુલાસો કર્યો નથી કે કોના કહેવા પર પત્રકારો અને સામાજીક કાર્યકર્તાના ફોન હેક કરવામાં આવ્યા છે.
કઈ રીતે કરી જાસૂસી?
ઇઝરાયલના સ્પાઇવેયર પેગાસસના માધ્યમથી હેકિંગને અંજામ આપવામાં આવ્યો હતો. વોટ્સએપ પ્રમાણે, આ સ્પાઇવેયરને ઇઝરાયલની સર્વિલાન્સ ફર્મ NSOએ ડેવલોપ કર્યો હતો. તેના માટે વોટ્સએપ NSO ગ્રુપ વિરુદ્ધ કેસ કરવા જઈ રહ્યું છે. કંપનીએ કહ્યું કે, મેમા તેને એક એવા સાઇબર હુમલાની માહિતી મળી જેમાં તેની વીડિયો કોલિંગ સિસ્ટમના માધ્યમથી યૂઝરને માલવેયર મોકલવામાં આવ્યો. વોટ્સએપે કહ્યું કે, તેણે આશરે 1400 યૂઝરોને સ્પેશિયલ વોટ્સએપ મેસેજના માધ્યમથી તેની જાણકારી આપી છે.
જુઓ લાઈવ ટીવી