નવી દિલ્હી: અરૂણાચલ પ્રદેશથી અડીને ચીન બોર્ડર પર ચીનના સૈનિકની તરફથી થતી ઘુસણખોરી પર કંટ્રોલ લાવવા માટે ઇંડો-તિબ્બત બોર્ડર પોલીસ દળના ગૃહ મંત્રાલયથી 9 વિશેષ બટાલિયનની માગ કરી છે. ભારત-ચીન બોર્ડર પર ભારતીય સેનાની સાથે લેહથી લઇને અરૂણાચલ પ્રદેશ સુધી આઇટીબીપીના જવાનો તૈનાત છે. ચીન સૈનિક અવાર-નાવાર લેહથી લઇને ઉત્તરાખંડના બારોહોતી અને અરૂણાચલ પ્રદેશમાં ધૂસણખોરી કરતા હોય છે. અરૂણાચલ પ્રદેશમાં આઇટીબીપીના એક પોસ્ટથી બીજા પોસ્ટનું અંતર ઘણી જગ્યાએ 100 કિલોમીટરથી વધારે છે. એવામાં ચીન સૈનિકોની ઘૂસણખોરીની જાણકારી યોગ્ય સમય પર મળતી નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: વૃંદાવનમાં PM બોલ્યા- ‘સબકા સાથ-સબકા વિકાસ’ નવા ભારતના વિકાસનો રસ્તો છે


પહાડી અને જંગલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવું સરળ હોતુ નથી. અને કેમ્પની વચ્ચે ઘણા કિલોમીટરનું અંતર હોવાથી આ સમસ્યા વધુ જટીલ થતી જાય છે. ગૃહ મંત્રાલયના સુત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર આઇટીબીપીની ફાઇલ કેટલા મહિનાઓથી મંત્રાલયમાં વિલંબમાં પડી હતી. આ ફાઇલ પર સંરક્ષણ મંત્રાલયની પણ સહમતી જરૂરી છે.


વધુમાં વાંચો: પં.બંગાળમાં ભાજપ નહીં વગાડી શકે લાઉડસ્પીકર, સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી


ગૃહ મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા અનુસાર, અરૂણાચલ પ્રદેશથી અડીને આવેલો વિસ્તાર ઘણા સંવેદનશીલ છે અને લેહ અને બારોહોતીની સરખામણીએ અરૂણાચલ પ્રદેશમાં આઇટીબીપીની સંખ્યાં ઓછી છે. એવામાં આઇટીબીપીએ 9 નવી બટાલીયનની સ્વીકૃતિ ઇચ્છે છે, પરંતુ અત્યારે સંરક્ષણ મંત્રાલયના જવાબની રાહ જોવામાં આવી રહી છે.


વધુમાં વાંચો: પોતાને જીવતો સાબિત કરવા 3 વર્ષથી ભટકી રહ્યો છે આ શખ્સ, સરકાર કાગળ પર છે ‘સ્વર્ગવાસી’


સામાન્ય રીતે ભારતીય સેના આઇટીબીપી પર ઓપરેશન કંટ્રોલ ઇચ્છે છે. જેનાથી સેના અને આઇટીબીપી વચ્ચે સારો તાલમેલ થઇ શકે. જોકે તેને લઇને આઇટીબીપી વધારે ઉત્સુક નથી. એટલું જ નહીં પાછલા થોડા દિવસોથી વન બોર્ડર વન ફોર્સની રચના પર હજુ પણ મંથન ચાલી રહ્યું છે કે, મ્યાનમારથી અડીને આવેલા ભારતીય વિસ્તારનું મોનીટરીંગ કોને આપવામાં આવે. આ વિસ્તારમાં હાલમાં આસામ રાઇફલ તૈનાત છે, જે આ વિસ્તારની સુરક્ષા કરે છે. જો કે, આસામ રાઇફલ્સ એવી ફોર્સ છે જેને સેનાના અધિકારીઓ લીડ કરે છે.


વધુમાં વાંચો: કેન્દ્ર સરકારની સામે ચંદ્રબાબૂ નાયડૂના ધરણા, સમર્થન કરવા પહોંચ્યા રાહુલ ગાંધી


સુત્રોનું માનીએ તો આ રચના પર સેના ભારત અને ચીન સીમા પર આઇટીબીપી પર ઓપરેશન કંટ્રોલ ઇચ્છે છે. આ કારણ છે કે આઇટીબીપીની નવી 9 બટાલિયન નિર્ણય પર વિલંબ થઇ રહ્યો છે. આઇટીબીપીના એક અધિકારીના જણાવ્યા અનુસાર, અરૂણાચલ પ્રદેશમાં આપણા જવાનો માટે એક પોસ્ટથી બીજી પોસ્ટ પર નરજ રાખવામાં ઘણી તકલીફો પડી રહી છે. એવામાં અમે ઇચ્છીએ છે કે આ મામલે ગૃહ મંત્રાલય જલ્દી નિર્ણય કરે.


વધુમાં વાંચો: ગ્રેટર નોઇડામાં PM મોદીએ કહ્યું, '2030 સુધીમાં ભારત દુનિયાની બીજી મોટી અર્થવ્યવસ્થા હશે'


થોડા દિવસો પહેલા દેશની પૂર્વ બોર્ડર પર ચીન સેનાના જમાવડા પર વધતી ચિંતાની વચ્ચે સરકાર વ્યૂહાત્મક રીતથી મહત્વ ભારત તિબ્બત બોર્ડર પોલીસ (આઇટીબીપી) કમાનને ચંડીગઢથી જમ્મૂ-કાશ્મીર લેહ મોકલવાનો આદેશ કર્યો હતો. આઇટીબીપીના લદ્દાખના આઠ હજારથી 14 હાજર ફૂટ ઉંચા બર્ફિલા પહોડો પર 40 બોર્ડર ચોકીની સ્થાપના કરવાની મજૂરી આપી છે. જ્યાં તાપમાન શૂન્યથી 40 ડિગ્રી સેલ્સિયસ નીચે સુધી રહે છે. આ ચોકીઓમાં હવામાન નિયંત્રણ તંત્ર અને અન્ય સુવિધાઓ હશે.


વધુમાં વાંચો: જમ્મૂ-કાશ્મીર: ઉરીમાં ફરી એકવાર હુમલાની તૈયારીમાં હતા આતંકવાદી, સેનાએ નિષ્ફળ કર્યું ષડયંત્ર


અત્યાર સુધી લેહમાં આઇટીબીપીનું એક સેક્ટર સ્થાપિત છે. જેનું નેતૃત્વ ડીઆઇજી રેંકના એક અધિકારી કરે છે. આશરે 90,000 કર્મચારીઓ માત્ર મનોરમ પૅંગોંગ તળાવ પર જ નજર રાખે છે, જ્યારે ચીનથી પસાર થતી હિમાલયની પર્વતમાળાના ઉપરના ભાગમાં પણ નજર રાખે છે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...