નવી દિલ્હી : ભારે બરફવર્ષાના કારણે હિમાલયમાં ફસાયેલા દિલ્હીનાં 5 યુવકો સહિત 11 લોકોએ પોતાનો જીવ બચાવવા માટે 2 દિવસ સુધી ફુલ અને તમાલપત્ર ખાઇને કાઢવા પડ્યા હતા. આ તમામ લોકો હિમાલયમાં ટ્રેકિંગનાં ઇરાદાથી નિકળ્યા હતા. રસ્તામાં ભારે બરફવર્ષાના કારણે આ તમામ લોકો રસ્તો ભટકી ગયા હતા. પોતાનો જીવ બચાવવા માટે તેમણે પહેલા હિમાલયમાં રહેલી એક ગુફામાં આશરો લીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે ત્યાં સુધીમાં તેમની પાસે ખાવાનો સામાન ખતમ થઇ ચુક્યો હતો. બે દિવસની ભુખ-તરસથી આ લોકોને પોતાનો જીવ બચાવવા માટે ફુલ અને પાંદડા ખાઇને જીવન પસાર કરવું પડ્યું હતું. જો કે યોગ્ય સમયે આઇટીબીપીનાં જવાનોએ આ લોકોને શોધી કાઢ્યા હતા. તેમણે આ તમામ લોકોને રેસક્યું કરીને સુરક્ષીત રીતે મુનસ્યારી લઇ ગયા હતા. 


20 ડિસેમ્બરે બાગેશ્વરથી રવાના થયા હતા ટ્રેકર્સનું દળ
આઇટીબીપીનાં વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ટ્રેકર્સનાં આ દળમાં કુલ 11 લોકોનો સમાવેશ થાય છે. જેમાં દિલ્હીનાં 5 ટ્રેકટર્સ, 5 પોર્ટર અને 1 ગાઇડનો સમાવેશ થાય છે. આ દળ 20 ડિસેમ્બરે કુમાયૂનાં બાગેશ્વરથી ટ્રેકિંગ માટે રવાનાં થયા હતા. નિશ્ચિત કાર્યક્રમ અનુસાર આ જુથે 5 દિવસની અંદર પોતાનો કાર્યક્રમ પુર્ણ કરીને પિથોરગઢનાં મુનસ્યારી શહેર ખાતેનાં કંટ્રોલ રૂમમાં રિપોર્ટ કરવાનો હતો. 


હિમાલયમાં થયેલી બરફવર્ષાનાં કારણે ટ્રેકર્સ ભટક્યા
આ દળ પોતાની બે દિવસની યાત્રાની ટ્રેકિંગ પુર્ણ કરી હતી. ત્યારે હિમાલયમાં ભારે બરફવર્ષા ચાલુ થઇ ગઇ. બરફવર્ષા એટલી હતી કે ચાર-પાંચ ફુટ બરફના થર જામી ગયા હતા. ચોતરફ બરફ છવાઇ જતા આ દળ પોતાનો રસ્તો ભટકી ગયું હતું. આમથી તેમ ભટકતા આ દળનું ભોજન પણ પુર્ણ થઇ ગયું અને પાણી પણ ખતમ થઇ ગયું.



ટ્રેકર્સને પરત લાવવા સરળ નહોતા
આઇટીબીપીનાંસેકન્ડ ઇન કમાન્ડ વિવેક પાંડેયના અનુસાર તમામ ટ્રેકર્સને શોધી લેવામાં આવ્યા છતા મુનસ્યારી સુધી લાવવા સરળ નહોતા. તેમાં સૌથી મોટી બાધા હિમાલય પર જામેલ 4-5 ફુટ બરફનો થર હતો.ઉપરાંત આટલા દિવસથી ભુખનાં કારણે બિમાર અને નિર્બળ થઇ ગયેલા ટ્રેકર્સ પણ હતા. તેમ છતા પણ જવાનો દ્વારા અદમ્ય સાહસ દેખાડતા બરફને કાપીને રસ્તો બનાવવામાં આવ્યા. ત્યાર બાદ ટ્રેકર્સને સુરક્ષીત રીતે મુનસ્યારી લાવવામાં આવ્યા. જ્યાં તેમનુ મેડિકલ બાદ તેમને રવાના કરવામાં આવ્યા હતા.