નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીની સોમવારે સાંજે નવી દિલ્હી ખાતે સંસદીય બોર્ડની બેઠક મળી હતી. આ બેઠકમાં પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ તરીકે જે.પી. નડ્ડાના નામ પર મહોર મારવામાં આવી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના વર્તમાન અધ્યક્ષ અમિત શાહ, રાજનાથ સિંહ, સુષમા સ્વરાજ, નિતિન ગડકરી સહિત પાર્ટીના તમામ મોટા નેતાઓ હાજર રહ્યા હતા. 


આ અંગે માહિતી આપતા રાજનાથ સિંહે જણાવ્યું કે, "ભારતીય જનતા પાર્ટીએ અમિત શાહના નેતૃત્વમાં અનેક ચૂંટણીઓમાં ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે. હવે અમિત શાહને જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી બનાવાયા છે ત્યારે તેમણે જ આગ્રહ કર્યો હતો કે, પાર્ટીના અધ્યક્ષ પદની જવાબદારી કોઈ અન્ય વ્યક્તિને સોંપવામાં આવે. ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં જે.પી. નડ્ડાની પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી છે."


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....