મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીનને રાહત, કોર્ટે આપ્યા વચગાળાના જામીન
Jacqueline Fernandez: કોર્ટે બોલીવુડ અભિનેત્રીની નિયમિત જામીન અરજી પર સુનાવણી કરવાની હતી. સુનાવણીની તારીખના મામલે જેકલીનને વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા.
Jacqueline Fernandez ED: દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે શનિવારે અભિનેત્રી જેકલીન ફર્નાંડીઝને મની લોન્ડ્રિંગના કેસમાં 10 નવેમ્બર સુધી માટે વચગાળાની રાહત આપી છે. 200 કરોડના આ મની લોન્ડ્રીંગ કેસમાં કોનમેન સુકેશ ચંદ્રશેખર અને અન્ય સામેલ છે. નિયમિત જામીન અને અન્ય પેન્ડીંગ અરજીઓ પર સુનાવણી 10 નવેમ્બરના રોજ નિર્ધારિત કરવામાં આવી છે. કોર્ટે ઇડીને તમામ પક્ષોને ચાર્જશીટ અને અન્ય પ્રાસંગિક દસ્તાવેજ ઉપલબ્ધ કરાવવાનો પણ નિર્દેશ આપ્યો.
જેકલીનને કોર્ટમાંથી રાહત
કોર્ટ બોલીવુડ અભિનેત્રીની નિયમિત જામીન અરજી પર સુનાવણી કરવાની હતી. સુનાવણીની અંતિમ તારીખના મામલે જેકલીનને વચગાળાના જામીન આપી દીધા છે. ફર્નાંડીઝ સુનાવણી માટે પોતાના વકીલ પ્રશાંત પાટીલ સાથે કોર્ટમાં રજૂ થઇ. ઇડીને સ્ટારની જામીન અરજી પર જવાબ દાખલ કરવાના આદેશ બાદ વચગાળાના જામીન આપવામાં આપ્યા છે.
ઇડીએ ચાર્જશીટમાં શું કહ્યું?
17 ઓગસ્ટના રોજ દિલ્હીની કોર્ટમાં ચંદ્રશેખર વિરૂદ્ધ કેસમાં તપાસ એજન્સી દ્વારા દાખલ એક પૂરક આરોપ પત્રમાં ફર્નાંડીઝનું નામ આરોપીના રૂપમાં બતાવવામાં આવ્યું હતું. ઇડીની ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે 'તપાસ દરમિયાન જેકલીન ફર્નાંડીઝનું નિવેદન 30 ઓગસ્ટ 2021 અને 10 ઓક્ટોબર 2021 ના રોજ નોંધવામાં આવ્યા હતા. આ દરમિયાન ફર્નાંડીઝે ''સુકેશ સાથે ડિઝાઇનની એકતા'' થી મનાઇ કરી હતી અને કહ્યું હતું કે તે ખુદ કોનમેન અને તેના સહયોગીઓ દ્વારા કરવામાં આવેલી પરિસ્થિતિઓ અને આપરાધિક કૃત્યોનો શિકાર હતી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube