ફર્રુખાબાદઃ '100 રૂપિયાની ઘડિયાળ ચોરી લીધી, હવે તમારે જેલમાં જવું પડશે, જેલની રોટલી ખાવી પડશે...' તમે જેલના ભોજન વિશે ઘણું સાંભળ્યું હશે. ફિલ્મોમાં પણ તમે જેલની દાળમાં પાણી અને સુકી રોટલી મળતી હોય તેવું જોયું હશે. પરંતુ આપણા દેશમાં એક એવી પણ જેલ છે, જ્યાંના ભોજનને ફાઈવ-સ્ટાર રેટિંગ મળ્યું છે. આ જેલમાં જે પ્રકારનું ભોજન મળે છે તેવું કોઈ રેસ્ટોરન્ટમાં મળતું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ફાઇવ-સ્ટાર' ભોજન પિરસનાર આ જેલ ઉત્તરપ્રદેશના ફર્રુખાબાદ જિલ્લામાં છે. જિલ્લાની ફતેહગઢ જેલમાં બંધ 1100થી વધુ કેદીઓને મળનાર ભોજનમાં છેલ્લા કેટલાક સમયથી ફેરફાર જોવા મળ્યો છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ અહીંના ભોજનને 5 સ્ટાર એટલે કે ઉત્કૃષ્ટ રેટિંગ આપ્યું છે. 


FSSAI પ્રમાણપત્રમાં લખવામાં આવ્યું છે કે જિલ્લા જેલ ફતેહગઢ, ફર્રુખાબાદને ભારતીય ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા સ્થાપિત દિશાનિર્દેશો અનુસાર ઈટ રાઇટ કેમ્પસના રૂપમાં પ્રમાણિત કરવામાં આવ્યું છે. પ્રમાણ પત્ર પર ઉપરની પંક્તિ બાદ 5 સ્ટાર અને ઉત્કૃષ્ટ લખેલું છે. આ પ્રમાણ પત્ર 18 ઓગસ્ટ 2024 સુધી વેલિડ છે. 


દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થવા પર જેલે જે સિદ્ધિ હાસિલ કરી તે વિશે વાત કરતા ફતેહગઢ જિલ્લા જેલના જેલર અખિલેશ કુમારે જણાવ્યું, અમને 18 ઓગસ્ટ, 2022ના પ્રમાણ પત્ર મળ્યું અને તે 18 ઓગસ્ટ 2024 સુધી વેલિડ છે. તેમણે જણાવ્યું અમને થર્ડ પાર્ટી ઓડિટ બાદ સર્ટિફિકેટ મળ્યું અને સર્ટિફિકેટ અપાતા પહેલા જેલના કેટલાક કર્મચારીઓને ઓનલાઇન ટ્રેનિંગ આપવામાં આવી હતી. 


કુમારે કહ્યું, પ્રમાણ પત્ર પ્રાપ્ત કરતા પહેલા જે માપદંડો પર તેમને આંકવામાં આવ્યા તેમાં સ્વચ્છતા, ભોજનની ગુણવત્તા, એપએસએસએઆઈ પ્રમાણિત દુકાનોમાંથી ચોખા, ઘઉં અને દાળની ખરીદી સામેલ છે. જેલમાં અપાતા ભોજન વિશે કુમારે કહ્યુ કે જેલમાં શાકાહારી ભોજન આપવામાં આવે છે. દરરોજ કેદીઓને અલગ-અલગ પ્રકારનું ભોજન આપવામાં આવે છે. દાળોમાં અળદ, મસૂર, ચણા વગેરે આપવામાં આવે છે. નાસ્તા માટે બે દિવસ ચણા, બે દિવસ પાવ રોટી અને ત્રણ દિવસ દલિયા આપવામાં આવે છે. 


તેમણે કહ્યું કે જ્યાં સુધી રવિવારનો સવાલ છે, પહેલા, ત્રીજા અને છેલ્લા રવિવારે સાંજે પૂરી, શાક અને હલવો આપવામાં આવે છે. બીજા રવિવારે કઢી-ચોખા આપવામાં આવે છે. અધિકારીએ કહ્યું કે વર્તમાનમાં જિલ્લા જેલમાં 1144 કેદી બંધ છે અને તેમાંથી 30થી 35 કેદીઓ માટે ભોજન બનાવે છે. 


જેલરે કહ્યું, “આ કેદીઓ પોતાને એપ્રોનમાં ઢાંકીને ખોરાક રાંધે છે, જેમ કે વિવિધ રેસ્ટોરાંમાં જોવા મળે છે. તે નક્કી કરવાનો પ્રયાસ કરવામાં આવે છે કે જે લોકો ભોજન બનાવે છે તેના નખ અને વાળ કાપેલા હોય અને સંપૂર્ણ રીતે સ્વચ્છ હોય. તેમણે જણાવ્યું કે ભોજન પકાવવા માટે પરંપરાગત રીતની જગ્યાએ રોટલી બનાવવાનું મશીન, લોટ બાંધવાનું મશીન અને શાક કાપવાના મશીનો સાથે જેલમાં ભોજન પકાવવામાં પણ ફેરફેર કરવામાં આવ્યો છે. 


આ વચ્ચે એફએસએસઆઈના મુખ્ય કાર્યકારી અધિકારી અરૂણ સિંઘલે જણાવ્યુ કે જિલ્લા જેલ ફતેહગઢ ફર્રુખાબાદને ઈટ રાઇટ કેમ્પસ સર્ટિફિકેટ મળી ગયું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube