નવી દિલ્હી: સંથારા શરૂ કરી ચૂકેલા જૈન મુનિ તરુણ સાગરની હાલત ખુબ જ નાજુક થઈ ગઈ છે. લગભગ 20 દિવસથી તેઓ બીમાર છે. તરુણ સાગરનો શુક્રવારે વીડિયો જારી કરવામાં આવ્યો છે. આ વીડિયોને આચાર્ય લોકેશ મુનિએ પોતાના ટ્વિટર એકાઉન્ટ @Munilokeshથી ટ્વિટ કર્યો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે તરુણ સાગરમાં ખુબ નબળાઈ આવી ગઈ છે. તેઓ અન્ય જૈન મુનિઓ સાથે બેઠેલા જોવા મળી રહ્યાં છે. જૈન મુનિ તેમના શરીરને સહેલાવી રહ્યાં છે. જાણે તેમને હિંમત આપી રહ્યાં હોય. મેક્સ હોસ્પિટલમાં કમળાની 20 દિવસથી સારવાર ચાલી રહી હતી પરંતુ તરુણ સાગરના સ્વાસ્થ્યમાં કોઈ ફેરફાર જોવા મળી રહ્યો નહતો. ડોક્ટરોએ જ્યારે તેમને આ અંગે જાણકારી આપી તો તેમણે સારવાર માટે ના પાડી દીધી અને અનુયાયીઓ સાથે ગુરુવારે સાંજે કૃષ્ણા નગર (દિલ્હી) સ્થિત રાધાપુરી જૈન મંદિર ચાતુર્માસ સ્થળે આવી ગયા. દિલ્હી સમજાના અધ્યક્ષ ચક્રેશ જૈન તરફથી જારી નિવેદનમાં કહેવાયું હતું કે તરુણ સાગર પોતાના ગુરુ પુષ્પદંત સાગર મહારાજની સ્વીકૃતિ બાદ સંથારા લઈ રહ્યાં છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે જૈન ધર્મમાં સંથારાની પ્રક્રિયા હોય છે. આ પ્રક્રિયા વૃદ્ધ લોકો અપનાવે છે. તેમાં જ્યારે માણસને આભાસ હોય કે તેમનું મોત નજીક છે તો તે ખાવા પીવાનું છોડી દે છે. જૈન  શાસ્ત્રો મુજબ ઉપવાસ દ્વારા મોતને પ્રાપ્ત કરવાની પ્રક્રિયા છે. જૈન ધર્મમાં તેને મોક્ષ પ્રાપ્ત કરવાની પ્રક્રિયા કહેવાય છે. જો કે કોર્ટે તેના પર પ્રતિબંધ મૂક્યો છે. રાજસ્થાન હાઈકોર્ટે  વર્ષ 2015માં તેને આત્મહત્યા જેવા અપરાધની શ્રેણીમાં રાખ્યા છે. તેને અપનાવનારા વિરુદ્ધ ઈન્ડિયન પીનલ કોડ 306 અને 309 હેઠળ કાર્યવાહીની પ્રક્રિયા છે. હાલ જો કે આ મામલો સુપ્રીમ કોર્ટમાં વિચારણા હેઠળ છે. 



તરુણ સાગર મહારાજનું અસલ નામ પવનકુમાર જૈન છે. તેમનો જન્મ 26 જૂન, 1967ના રોજ મધ્ય પ્રદેશના દામોહ જિલ્લાના ગુહજી ગામમાં થયો હતો. તેમની માતાનું નામ શાંતિબાઈ અને પિતાનું નામ પ્રતાપ ચંદ્ર હતું. કહેવાય છે કે તેમણે 8 માર્ચ 1981ના રોજ ઘર પરિવારને ત્યાગીને સન્યાસ ધારણ કર્યો હતો. મધ્ય પ્રદેશ સરકારે 6 ફેબ્રુઆરી 2002ના રોજ તેમને રાજકીય અતિથિનો દરજ્જો આપ્યો હતો.