નવી દિલ્હી: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ કોરોના વાયરસ (Corona)ને મહામારી જાહેર કરી દીધી છે. દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 76 થઇ ગઇ છે. દિલ્હી, યૂપી, બિહાર અને એમપી સહિત ઘણા રાજ્યોએ આજે 31 માર્ચ સુધી તમામ સ્કૂલ અને કોલેજોમાં રજા જાહેર કરી દીધી છે. સરકારે પણ સેનામાં કોરોનાના લીધે આગામી 1 મહિના સુધી જવાનોની ભરતી અટકાવી દીધી છે. કોરોના સામે જંગમાં સાર્ક દેશો (SAARC) સાથે પીએમ મોદીએ મળીને રણનીતિ બનાવવાની અપીલ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દરમિયાન આખી દુનિયા માટે મહામારી બની ચૂકેલા કોરોના વાયરસ વિરૂદ્ધ ભારતની એક સકારાત્મક પહેલ સંજીવની બૂટી સાબિત થઇ શકે છે. જયપુરમાં ભારતીય ડોક્ટર્સે કોરોના સંક્રમિત ઇટલીથી આવેલા દંપતિનું એન્ટી રેટ્રોવાયરલ દવાઓથી સફળ સારવાર કરી છે. જોકે અત્યારે પ દવાઓની પુરી અસરની તપાસ થઇ રહી છે પરંતુ પરિણામ જો આશા અનુસાર રહ્યા તો મહામારી કોરોન વિરૂદ્ધ આ ભારતનો ;'સંજીવની' ફોર્મૂલા હશે. 


ભલે દુનિયાભરના દેશ અત્યાર સુધી કોરોના વાયરસની વેક્સીન તૈયાર કરવામાં નિષ્ફળ રહ્યા તો પરંતુ જો મોદી સરકારની પહેલ રંગ લાવી તો શક્ય છે કે જલદી ભારતના બતાવેલા માર્ગ પર ચાલીને કોરોના વાયરસની સારવાર શોધી લેવામાં આવશે. જોકે કોરોનાથી સંક્રમિત દર્દીઓની સારવાર દરમિયાન આ વાતના સંકેત મળ્યા છે કે HIVની સારવારમાં ઉપયોગ થનારી દવાઓ કોરોનાના દર્દી પર કારગર સાબિત થઇ રહી છે. 


ઇટલીથી ભારત આવેલા દંપતિની સારવારમાં લોપિનાવિર અને રિટોનાવિર કોમ્બિનેશનની દવાઓનો ઉપયોગ કરવામાં આવ્યો. આ દંપતિ જયપુરમાં કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યા હતા અને ઇન્ડીયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (Indian Council Of Medical Research) અનુસાર 14 દિવસમાં સારવાર બાદ દંપતિની સ્વાસ્થ્યમાં ઘણો સુધારો આવ્યો છે. 


સરકાર તરફથી કોરોનાને લઇને સતત સાવધાનીના પગલાં ભરવામાં આવી રહ્યા છે. બેઠકોનો દૌર ચાલુ છે. જાણકારોનું માનવું છે કે કોરોના વાયરસની વેક્સીન તૈયાર કરવામાં હજુ પણ વર્ષથી દોઢ વર્ષનો સમય લાગી શકે છે અને WHO પણ આ વાતની તપાસ કરી રહી છે કે એન્ટી HIV દવાઓની કોરોના સંક્રમિત દર્દીઓ પર કેટલી અસર થાય છે. પરંતુ એ વાતને નકારી ન શકાય કે જો કોરોના વાયરસ પર આ દવાઓના પરિણામ ખરેખર આશા અનુસાર વિશ્વને મહામારી કોરોના વિરૂદ્ધ આ ભારતની 'સંજીવની' ફોર્મૂલા હશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube